Get The App

જન્મથી ત્રણ મહિના સુધી માતાએ કંટળી જતાં બાળકને ટાંકીમાં પાણીમાં ડુબાડી હત્યા કરી

મેઘાણીનગરમાં ત્રણ દિવસ પહેલા બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો હતો

બાળકની હત્યા કર્યા બાદ બુમો પાડીને પોલીસમાં ગુમની ખોટી ફરિયાદ કરીઃ

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
જન્મથી ત્રણ મહિના સુધી માતાએ કંટળી જતાં બાળકને ટાંકીમાં પાણીમાં ડુબાડી હત્યા કરી 1 - image


મેઘાણીનગરમાં ભાર્ગવ નગર રોડ ઉપરની સોસાયટીમાં ત્રણ  દિવસ પહેલા ત્રણ મહિનાના બાળકનો મૃતદેહ તેમના ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જેમાં માતા-પિતાએ બાળક ગુમ થયાની જાણ કર્યા બાદ પાંચ કલાકમાં બાળકનો મૃતદેહ મળ્યો હતો આ કેસમાં પોલીસે તપાસ કરતાં જન્મથી ત્રણ મહિલાના સુધીમાં બાળકથી કંટાળીને માતાએ જ પાણીની ટાંકીમાં ફેંકીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું  હતું. મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકની હત્યા કર્યા બાદ બુમો પાડીને પોલીસમાં ગુમની ખોટી ફરિયાદ કરીઃ બાળક ચાલી શકે તેમ ન હોય  પૂછપરછ કરતાં માતાએ  હત્યાની કબૂલાત કરી

મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ ઉપરની સોસાયટીમાં રહેતી મહિલાએ પરિવારજનોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશેનનાં મહિલાનું ત્રણ મહિનાનું બાળક ગુમ થયાની ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં બાળક ગુમ થયું ન હોવાની હકીકત બહાર આવી હતી.  માતા પર શંકા ગઇ હતી પોલીસે તપાસ કરતાં પાણી ટાંકીમાંથી મૃતદેહ મળ્યો હતો.

જેથી પોલીસ તપાસમાં ત્રણ મહિનાનું બાળક ચાલી ના શકે તો ટાંકી સુધી કઇ રીતે પહોચ્યું હતું જેને લઇને હત્યાની શંકા સેવાઇ રહી હતી જેથી પોલીસે કડકાઇથી માતાની પૂછપરછ કરતાં  તે ભાંગી પડી હતી અને ગર્ભાવસ્થાથી આજ દિન સુધી બાળકથી તે કંટાળી હતી જેથી પાણીની ટાંકીમાં ફેેકીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોધીને મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :