દલાલ ૫૦ હજાર લઇ આવું કહી ગયો, ચક્કર આવે કહી પતિને પાણી લેવા મોકલી કન્યા ભાગી ગઇ
લગ્નના બહાને નિકોલના યુવક પાસેથી લૂંટેરી દુલ્હન ૩ લાખ લઇ ગઇ
નાટક કરીને બન્ને ભાગી જઇ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો
અમદાવાદ, મંગળવાર
લૂંટેરી દુલ્હન દ્વારા લગ્નનું નાટક કરીને રૃપિયા પડાવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો નિકોલના યુવક સાથે લગ્નનું નાટક કરીને દલાલ અને યુવતી યુવક પાસેથી ટુકડે ટુકડે રૃા. ૩ લાખ પડાવીને લગ્નના જ બીજા દિવસે નાસી ગયા હતા. જેમાં લગ્નના બીજા દિવસે દલાલે ખરીદી કરવાના બહાને પતિ અને પત્નીને અમરાઇવાડી બોલાવ્યા હતા અને દલાલ રૃપિયા લઇને આંગડિયું કરવાના બહાને જતો રહ્યો હતો જ્યારે યુવતીએ ચક્કર આવતા હોવાનું બહાનું બતાવીને પતિને પાણી લેવા મોકલીને કન્યા દલાલ સાથે ભાગી ગઇ હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના બીજા દિવસે દલાલે ખરીદી કરવા અમરાઇવાડી બોલાવ્યા બાદ નાટક કરીને બન્ને ભાગી જઇ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધ્યો
નિકોલમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે કૃષ્ણનનગર પોલીસ સ્ટેશનમાં સુરતના ભરતભાઇ અને ઔરંગાબાદની યુવતી સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકના આઠ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. ચાર મહિના પહેલા મામાના પરિચીત વ્યક્તિ સુરતના આરોપી સાથે વાત થતાં તેણે તેની ધરમની બહેન કુવારી હોવાથી યુવક સાથે લગ્નની વાત કરી હતી. કન્યા ગરીબ ઘરની હોવાથી રૃા.૧.૧૬ લાખ આપીને લગ્ન કરવા માટે યુવકે તૈયારી બતાવી હતી.
જેનેલઇને દલાલ આરોપીએ લગ્નના બહાને બહાના અલગ અલગ કાઢીને ટુકડે ટુકડે રૃપિયા પડાવવાની શરુઆત કરીને ગત તા.૧૬ જાન્યુઆરીના રોજ નિકોલ ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કર્યા હતા અને બીજા દિવસે દલાલે કન્યાના પિયરમાં જમણવારના બહાને રૃા. ૫૦ હજાર આપવાની વાત કરીને અમરાઇવાડી બોલાવ્યા હતા. અને દલાલ રૃપિયા લઇને આંગડિયું કરવાના બહાને જતો રહ્યો હતો જ્યારે યુવતીએ ચક્કર આવતા હોવાનું બહાનું બતાવીને પતિને પાણી લેવા મોકલીને કન્યા દલાલ સાથે ભાગી ગઇ હતી. ટુકડે ટુકડે યુવક પાસેથી રૃા. ૩ લાખ પડાવ્યા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ