ક્રાઇમ બ્રાચમાંથી બોલું છુ કહી મહિલાએ યુવકને ધમકાવ્યો, કહેવાતા પત્રકારે ૨૫,૦૦૦ માંગ્યા
વટવાના યુવકને તારા સામે કેસ થયેલ છે ક્રાઇમમાં આવવું પડશે કહી દમ માર્યા
યુવક જોઇ જતાં ફોન નંબર આધારે વોટ્સએપ પ્રોફાઇલ જોતા ભાંડો ફૂટ્યો
અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં કહેવાતા પત્રકારની ટોળકી દ્વારા અવાર નવાર યેનકેન પ્રકારે લોકોને ધમકાવીને તોડ કરવામાં આવી રહ્યો છે. વટવામાં શ્રમજીવી યુવકને ફોન કરીને તારા ભાઇને સાથે તારુ પણ નામ આવ્યું છે તમારા બન્ને સામે ક્રાઇમ બ્રાંચમાં કેસ થયો છે. નિવેદન માટે આવવું પડશે કહીને મહિલાએ યુવકને ધમકાવ્યો હતો બાદમાં તેનો સાગરીત યુવક પાસે ગયો હતો અને કેસની પતાવટ માટે રૃા. ૨૫,૦૦૦ની માંગણી કરી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે બન્ટી અને બબલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તોડબાજ બન્ટી બબલી નારોલ પાસે રિક્ષા ચાલકનું ઇન્ટરવ્યું લેતા યુવક જોઇ જતાં ફોન નંબર આધારે વોટ્સએપ પ્રોફાઇલ જોતા ભાંડો ફૂટ્યો ઃ પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો
વટવામાં રહેતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત બે જણા સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકનો નાનો ભાઇ કોઇ કામ ધંધોે કરતો ન હોવાથી તેની અને પરિવાર સાથે યુવકને કોઇ સંબંધ ન હતો જેથી યુવક અલગ રહે છે. ગઇકાલે અજાણી મહિલાએ યુવકને ફોન કરીને તારા ભાઇ સામે કેસ થયેલ છે જેમાં તારુ પણ નામ આવ્યું છે તમારા બન્ને સામે ક્રાઇમ બ્રાંચમાં કેસ થયો છે. નિવેદન માટે આવવું પડશે કહીને મહિલાએ યુવકને ધમકાવ્યો હતો બાદમાં તેનો સાગરીત યુવક પાસે ગયો હતો અને કેસની પતાવટ માટે રૃા. ૨૫,૦૦૦ની માંગણી કરી હતી. બીજીતરફ યુવક નારોલથી આવતો હતો ત્યારે કહેવતો તોડબાજ પત્રકાર અને એક મહિલા રિક્ષા ચાલકનું ઇન્ટરવ્યું લેતા હતા. જેથી યુવકે તેની સાથે વાત કરનારી મહિલાના ફોન નંબર ઉપર સર્ચ મારીને જોયું તો રૃકસાના નામ હતું અને વોટેસએપ પ્રોફાઇલ ચેક કરતાં આ બન્ને હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે વટવા પોલીસે બન્ટી અને બબલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.