ઠક્કરનગરમાં હોટલ માલિકની ચાકુના કાતરના ઘા મારી હત્યા કરી
શેઠને મૂકવા નહી અમને હાઇવે પર મૂકી જા કહી હુમલો
કર્મચારીને પણ ચાકુના ઘા માર્યા
અમદાવાદ, બુધવાર
ઠક્કરનગરમાં અસામાજિક તત્વોએ નિર્દોષ હોટલના માલિકને ચાકુ અને કાતરના ઘા મારીને હત્યા કરી હતી અને કર્મચારીને પણ ચાકુના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ કરતા પ્રાથમિક તપાસમાં કર્મચારી માલિકને ઘરે મૂકવા માટે જતો હતો તેને માર મારીને અમને હાઇવે ઉપર મૂકીની વાત કરીને તકરાર કરી હતી જેથી હોટલ માલિક સમજાવવા જતાં તેને પકડી રાખીને તેમના ઉપર ઘાતક હુમલો કર્યો હતો.
હોટલના માલિક સમજાવવા જતાં બે શખ્સો પકડી રાખ્યા ત્રીજાએ ઘાતક હુમલો કર્યો, કર્મચારીને પણ ચાકુના ઘા માર્યા
ઠક્કરબાપાનગરમાં હોટલમાં નોકરી કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આ ત્રણેય શખ્સો અવાર નવાર બેસતા હતા. ગઇકાલે યુવક તેના હોટલના માલિકને ઘરે મૂકવા માટે જતો હતો.
આ સમયે આરોપીએ તેને હાઇવે પર મૂકવા જવાની વાત કરી હતી જેથી યુવકને પ્રથમ શેઠને ઘરે મૂકીને આવીને તને મૂકી જઇશ તેવી વાત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પહેલા મને મૂકી જા પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા અમે ઠક્કરનગરમાં રહીએ કહીને ધમકી આપીને મારા મારી કરવા લાગ્યા હતા જેથી શેઠ સમજાવવા જતાં તેમની સાથે તકરાર કરીને તેમની સાથે મારા મારી કર્યા બાદ એક શખ્સે પકડી રાખીને બીજાએ ગળા અને છાતી તથા પીઠમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા. ત્યારબાદ ફરિયાદી યુવક ઉપર પણ ચાકુથી હુમલો કરીને નાસી ગયા હતા જ્યાં સારવાર દરમિયાને હોટલ માલિકનું મોત થયું હતું.