Get The App

કાલુપુરમાં વેપારીના ઘરમાં તિજોરી ખોલીને રૃા.૧૩ લાખની મતાની ચોરી

પરિવારજનો બહાર જાય તો તિજોરીને તાળુ મારતા ન હતા

દુકાન ખરીદવા ઉછીના લાવેલા રોકડા રૃા.૧૨ લાખ અને દાગીના ચોરાયા

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
કાલુપુરમાં વેપારીના ઘરમાં તિજોરી ખોલીને રૃા.૧૩ લાખની મતાની ચોરી 1 - image

અમદાવાદ, રવિવાર

કાલુપુર વિસ્તારમાં વેપારીના ઘરમાં તિજોરી ખોલીને રોકડા રૃા. ૧૨ લાખ અને દાગીના સહિત કુલ રૃા. ૧૩.૧૦ લાખની મતાની ચોરી થઇ હતી જેમાં દુકાન ખરીદવા માટે લાવેલા ઉછીના રૃપિયા ૧૨ લાખ ચોરાયા હતા. પરિવારજનો બહાર જાય ત્યારે તિજોરીને લોક મારતા ન હતા અને બિલાડીના કારણે છત ઉપર કેબીનનો દરવાજો પણ ખુલ્લ્લો રાખતા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસ ચોરીના ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દુકાન ખરીદવા ઉછીના લાવેલા રોકડા રૃા.૧૨ લાખ અને દાગીના ચોરાયા ઃ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો

કાલુપુરમાં ચંપલ બજાર પાસે રહેતા અને રિલીફરોડ ઉપર ઝક્કરીયા મસ્જીદ પાસે દુકાન ધરાવતા વૃદ્ધે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના મકાનમાં તા. ૧૫થી ૧૮ સુધીમાં તિજોરીમાંથી રોકડા રૃા. ૧૨ લાખ અને સોના દાગીના દાગીના સહિત કુલ રૃા. ૧૩.૧૦ લાખની મતાની ચોરી થઇ હતી.

જેમાં ખાસ કરીને તેમની દિકરીએ દુકાનની ખરીદી કરી હતી જેના દસ્તાવેજ માટે સગા સંબંધી પાસે ઉછીના રોકડા રૃા. ૧૨ લાખ લાવીને તિજોરીમાં મૂક્યા હતા. મહત્વાની વાત એ છે પરિવારના સભ્યો બહાર જતા ત્યારે તિજોરીને લોક મારીને જતા ન હતા અને બિલાડી આવતી જતી હોવાથી છત ઉપર ઓરડીને પણ તાળુ મારતા ન હતા. જેને લઇને અજાણી વ્યકિત છત વાટે અંદર આવીને ચોરી કરી જતી રહી હોવાની શંકા સેવાઇ રહી છે.


Tags :