Get The App

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો

બાપુનગરમાં સસ્તા અનાજની દુકાનદાર મહિલાએ રૃપિયા આપવાની ના પાડતા બદનામની ધમકી

આરટીઆઇ કરીને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News
ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો 1 - image

અમદાવાદ,શુક્રવાર

પૂર્વમાં લેભાગું કહેવાતા પત્રકારો સસ્તા અનાજની દુકાન સહિતના વેપારીને ધમકી આપીને દર મહીને લાખો રૃપિયા પડાવતા  હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા ત્યારે બાપુનગરમાં મહિલા વિવિધલક્ષી વિકાસ મંડળી સંચાલિત સસ્તા અનાજની દુકાન ચલાવતી મહિલા પાસે કહેવાતા પત્રકારોની ટોળકીએ ધામક ફાળાના નામે રૃપિયા પડાવી લીધા હતા. મહિલાએ થોડા મહિના સુધી રૃપિયા આપ્યા બાદમાં રૃપિયા આપવાથી ઇનકાર કરતા તોડબાજ પત્રકાર ટોળકીએ મહિલા પાસે મહિને બે લાખનો હપ્તાની માંગણી કરી હતી અને ખોટી ફરિયાદ તથા આરટીઆઇ કરીને વિડીયો વાયરલની ધમકી આપી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે કહેવાતા તોડબાજ પાંચ પત્રકારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોટા સમાચાર છાપીને  મહિને એકથી  હપ્તો આપવો પડશે નહી તો ખોટી ફરિયાદ કરી આરટીઆઇ કરીને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી

બાપુનગરમાં રહેતા અને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધરાવી ધંધો કરતી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગૌતમ, રાકેશ, અશોકસિંગ, રમેશભાઈ  અને જનકસિંહ સામે ફરિયાદ નોધાવી છે, બે વર્ષ પહેલા મહિલાની દુકાને કહેવાતો પત્રકાર ત્રિવેદી ગયો હતો અને અમે ધામક ફાળો ઉઘરાવીએ છીએ તમે તમારી ઈચ્છા અનુસાર ફાળાની રકમ આપી શકશો. જેથી મહિલાએ તેની યથાશક્તિ મુજબ ધામક ફાળો આપ્યો હતો. ત્યારબાદ કથિત પત્રકારની ટોળકીના અન્ય શખ્સો પણ આવવા લાગ્યા હતા અને મહિલા પાસે ધામક ફાળાના નામે રૃપિયા પડાવવા લાગ્યા હતા. શરૃઆતમાં મહિલાએ ધામક ફાળાના નામે આ કહેવાતા તોડબાજ પત્રકારોને રૃપિયા આપતા રહ્યા હતા. બાદમાં મહિલાએ તપાસ કરાવતા જાણવા મળ્યું કે ધામક ફાળાના નામે રૃપિયા ઉઘરાવીને ટોળકી રૃપિયા ધાર્મિક કામમાં વાપરતા નથી.

જેથી મહિલાએ આ બાબતનો વિરોધ કરતા મહિલાને ધમકી આપી અને કહ્યું ધામક ફાળો કેમ બંધ કરી દીધો છે  તોડબાજોની ધમકીની પરવાહ નહી કરતા મહિલાની સસ્તા અનાજની દુકાન વિરુધ્ધ પુરવઠા ખાતામાં ફરિયાદ અને આરટીઆઈ કરીને વિડીયો વાયરલ કર્યો હતો. એટલી હદે હેરાન કરવામાં આવ્યા કે આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ નાંેધાવી છે.


Tags :