ખૂનની કોશિષ,લૂંટ સહિત ૧૨ ગુના આચરનારો ૧૭ કિલો ગાંજા સાથે ઝડપાયો
પૂર્વમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા બેરોકટોક નશીલા પદાર્થનો ગોરખધંધો
પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
અમદાવાદ,સોમવાર
દાણીલીમડામાંથી નાર્કોટીકસ, લૂંટ, ખૂનની કોશિષ સહિત ગંભીર પ્રકારના ૧૨ ગુના આચરનારા રીઢા ગુનેગારને દાણીલીમડા પોલીસે રૃા. ૧.૮૦ લાખના ૧૭.૭૯૦ કિલો ગાંજા સાથે ઝડપી પાડયો હતો, પોલીસની પૂછપરછમાં આરોપી અને મોટોભાઈ પણ ગાંજાનો ધંધો કરી રહ્યો છેે અને તેણે જ આ ગાંજાનો જથ્થો છૂટકમાં વેચવા માટે આપ્યો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બન્ને ભાઇ સામે ગુનો નાંેધીને એકની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
દાણીલીમડામાં મોટાભાઇએ નાનાભાઇને છૂટકમાં વેચવા રૃા. ૧.૮૦ લાખનો ગાંજો લાવી આપ્યો ઃ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
દાણીલીમડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બેરલ માર્કેટ નજીક આવેલા ફૈસલનગરમાં એક મકાનમાં ગાંજાનો જથ્થો લાવીને વેચી રહ્યા છે. તેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને ગાંજાનો જથ્થો નાર્કોટીકસ, લૂંટ, ખૂનની કોશિષ સહિત ગંભીર પ્રકારના ૧૨ ગુના આચરનારા રીઢા ગુનેગાર લઇક અંસારીને રૃા. ૧.૮૦ લાખના ૧૭.૭૯૦ કિલો ગાંજાનો સાથે ઝડપી પાડયો હતો.
આરોપીની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે લઈક હુસેન અંસારીનો મોટોભાઈ જાવેદ આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો અને છૂટકમાં વેચાવા માટે આરોપી લઇક અંસારીને આપ્યો હતો. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી પોલીસથી બચવા માટે માત્ર ઓળખીતા લોકોને જ આ ગાંજાનો જથ્થો આપતો હતો. પ્લાસ્ટિકની કોથળીમાં લાવતો અને તેમાં ગાંજાનો જથ્થો ભરીને વેચતો હતો. આ દાણીલીમડા પોલીસે બન્ને ભાઇ સામે ગુનો નોંધીને પોલીસે ફરાર જાવેદ અંસારીની શોધખોળ હાથ ધરી છે.