વૃદ્ધાને ટ્રક ચાલકે ટક્કર મારતાં બન્ને પગ પરથી ટાયર ફરી વળતાં મોત
રિંગ રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રન ઃ વૃદ્ધાને ટક્કર મારી ટ્રક ચાલક ભાગી ગયો
પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે ટક્કર મારતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારતા હિટ એન્ડ રન અને અક્સમાતમાં મોતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સાંજે ઓઢવ રિંગ રોડ ઉપર વૃદ્ધા રોડ ક્રોેસ કરી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે ટક્કર મારતાં બન્ને પગ ઉપરથી ટાયર ફરી વળતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફીક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં રોડ ક્રોસ કરતા રિંગ રોડ ઉપર સોમવારે સાંજે પસાર થતાં હતા ત્યારે પાંજરાપોળ તરફથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે ટક્કર મારતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત
ઓઢવમાં રહેતા ઉ.વ.૬૩ વર્ષના વૃદ્ધા ગઇકાલે કામ અર્થે ચાલતા ચાલતા જતા હતા આ સમયે ઓઢવ રિંગ રોડ ઉપરથી પસાર થતાં હતા આ સમયે પાંજરાપોળ તરફથી એક લોડિંગ ટ્રકના ચાલકે પૂર ઝડપે વાહન હંકારીને ટકકર મારતાં વૃદ્ધાના બન્ને પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તથા શરીરે ગંભીરે ઇજાઓ થઇ હતી.
આ બનાવના પગલે લોકો એકઠા થતાં વાહન ચાલક ભાગી ગયો હતો બીજીતરફ વૃદ્ધાને અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓર્થો વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફીક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.