મિત્રને ગોળો બોલતો હતો, પોતાને ગાળો બોલ્યાનું સમજી પડોશીએ મારામારી કરી
રામોલ ગામમાં ગર સમજથી યુવક સાથે તકરાર કરી ભાઇ ઉપર હુમલો
ઘરમાં ગયો તો પથ્થરો ફેકી બાઇકને નીચે પાડી ધમકી આપી
અમદાવાદ, શનિવાર
રામોલમાં ગેર સમજના કારણે મારા મારી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં યુવક તેના મિત્રને ફોન ઉપર ગાળો બોલતો હતો જેથી ત્યાં હાજર પડોસીએ પોતાને ગાળો બોલતો હોવાનું સમજીને મારા મારી કરી હતી અને ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માફી માગીને યુવકે ઘરે ગયો મોડી રાતે પરત આવતા ત્રણ શખ્સો પીછો કરતાં ઘરમાં ગયો તો પથ્થરો ફેકી બાઇકને નીચે પાડી ધમકી આપી
રામોલ વિસ્તારમાં રહેતા એમન યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૯ વાગે યુવક ઘર પાસે પાનના ગલ્લે હાજર હતો ત્યારે તેના મિત્રનો ફોેન આવતા મજાક મસ્તીમાં તેની સાથે ગાળો બોલીને વાતચીત કરતો હતો, જ્યાં આરોપીએ પોતાને કેમ ગાળો બોલે છે કહીને તકરાર કરી હતી.
યુવક માફી માગીને ઘર જતો રહ્યો હતો ફરીથી રાતે ૧૧ વાગે સોસાયટી બહાર ગયો હતો આ સમયે ત્રણ શખ્સો તેની પાછળ દોડયા હતા જેથી યુવક ઘરે જતો રહ્યો આરોપીએ તેના ઘર ઉપર પથ્થરો ફેક્યા હતા અને ઘર પાસે પાર્ક કરેલું બાઇક નીચે પાડીને તકરાર કરી ગાળો બોલવા લાગ્યા હતા આ સમયે યુવકનો ભાઇ આવતાં તેની સાથે મારા મારા કરીને હવે પછી મારુ નામ લીધુ છે તો જીવતો નહી છોડું કહીને આરોપીઓ નાસી ગયા હતા.