Get The App

વ્યાજખોરોએ યુવકને ગોંધી પટ્ટાથી ઢોર માર મારી દાંત પણ તોડી કાઢ્યા

યુવકે રૃા.૧૦ હજાર વ્યાજે લીધેલા ઃ ૨૦ હજાર લીધા પછી બીજા દિવસે છોડયો

માર મારતો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
વ્યાજખોરોએ યુવકને ગોંધી  પટ્ટાથી ઢોર માર મારી દાંત પણ તોડી કાઢ્યા 1 - image

અમદાવાદ, સોમવાર

અમરાઇવાડીમાં વ્યાજખોરોએ યુવકને રૃા. ૧૦ હજાર ૧૦ ટકા વ્યાજે આપ્યા હતા. જો કે યુવકે વતન જતા રૃપિયા ચૂકવી શક્યો ન હતો જેને લઇને છ શખ્સોએ યુવકને આખી રાત ઓફિસમાં ગોંધી રાખીને પટ્ટાથી માર માર્યો હતો અને  વ્યાજ સહિત રૃા. ૨૦ હજાર લઇને યુવકને  બીજા દિવસે જવા દીધો હતો. શ્રમજીવી યુવકને માર મારતા વિડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

માર મારતો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ઃઅમરાઇવાડી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગોમતપુરમાં રહેતા અને  દુકાનમાં નોકરી કરતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વિકાસ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ અઢી મહિના પહેલા તેમને રૃપિયાની જરૃર પડતા તે જ્યાં અમરાઇવાડી તિરૃપતિ હોટલમાં જમવા જતા હતા જેથી આરોપી સાથે મિત્રતા હોવાથી રૃપિયાની માંગણી કરી હતી. આરોપીએ સિધ્ધી વિનાયક બિલ્ડીંગમાં આવેલ ઓફિસ ધરાવતા તેનો મિત્ર વિકાસ જે નાણાં ધીરનારનો ધંધો કરે છે તેની પાસેથી અપાવી દઉ તેમ જણાવ્યું હતું.

 પ્રથમ રૃા. ૫ હજાર ૧૦ ટકા વ્યાજે આપ્યા હતા અને ચોપડી બનાવીને રોજના રૃા. ૧૦૦ આપવાનું નક્કી કરાયું હતું.  બીજી વખત તેની પાસેથી રૃા. ૫ હજાર લીધા હતા. ત્યારે અડધા રૃપિયા ચૂકવ્યા બાદ ફરિયાદી વતનમાં જતા રહ્યા હતા. જેથી રૃપિયા ફોન કરતા અમદાવાદ પરત આવીને ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતુંં તા. ૯ એપ્રિલે તેઓ અમદાવાદ આવ્યા હતા અને બીજા દિવસે રાતના સમયે આરોપીની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં છ શખ્સો હાજર હતા. બાદમાં તમામે તું રૃપિયા ચૂકવ્યા વગર કેમ જતો રહ્યો હવે તારે વ્યાજ સહિત કુલ રૃ. ૨૨,૫૦૦ આપવા પડશે કહીને તમામે ફરિયાદી યુવકને આખી રાત ઓફિસમાં ગોંધી રાખીને પટ્ટાથી ઢોર માર માર્યો હતો એટલી હદે માર્યો હતો કે દાંત પણ તૂટી ગયા હતા. આરોપીઓએ માર મારતો વિડિયો પણ બનાવ્યો હતો. ફરિયાદીએ પાડોશી અને શેઠ પાસેથી રૃપિયા મંગાવીને આપતા જવા દીધો હતો. 

Tags :