નારોલમાં અગમ્ય કારણોસર યુવકે પોતાની જાતે ચાકુથી ગળુ કાપી આપઘાત કર્યો
દોઢ મહિના પછી યુવકના લગ્ન હતા અને જીવન ટૂકાવતાં ઘુંટાતું રહસ્ય
વહેલી સવારે અંતિમ પગલું ભરતાં પરિવારમાં શોકનો માહોલ
અમદાવાદ,બુધવાર
નારોલમાં ગઇકાલે સવારે યુવકે કોઇક અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાના ભાગે ચાકુના ઘા મારીને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં યુવક એકલો રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો પરંતુ કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોવાથી બેકાર હતો. આ કરુણ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
એકલવાયું જીવન જીવતો અને છૂટક મજૂરી કરતો હતો કેટલાક સમયથી બેકાર હતો ગઇકાલે વહેલી સવારે અંતિમ પગલું ભરતાં પરિવારમાં શોકનો માહોલ
નારોલ વિસ્તારમાં રહેતો યુવક એકલાયું જીવન જીવતો હતો અને છૂટક મજૂરી કરતો હતો પરંતુ કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોવાથી બેકાર હતો. ત્યાં ગઇકાલે વહેલી સવારે પોતાના મકાનમાં ગળા ઉપર ચાકુના ઘા મારીને આત્મહત્યા કરી હતી. આસપાસના લોકોને જાણ થતાં તેના ઘરે દોડી ગયા હતા અને જોયું તો યુવક લોહીના ખાબોચીયામાં તરફડીયા મારીને મોતને ભેટયો હતો.
આ ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ પહોચી હતી અને લાશને પીએમ માટે મોકલીને પોલીસે હાલતો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દોઢ મહિના પછી તેના લગ્ન હતા જેથી પરિવારના સભ્યો લગ્નની તૈયારી કરી રહ્યા હતા અને યુવકે જીવન ટૂકાવતાં આ કરુણ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે