નવા વિસ્તારના સમાવેશ પછી પણ ૨૫ વર્ષમાં શાળા વધવાના બદલે ૧૧૩ શાળા ઘટી ગઈ
વર્ષ-૨૦૦૧માં અમદાવાદમાં ૫૬૩ મ્યુનિ.શાળાની સામે હાલમાં ૪૫૦ શાળા
અમદાવાદ,સોમવાર,24 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા વિસ્તારના
સમાવેશ પછી પણ ૨૫ વર્ષમાં શાળા વધવાના બદલે ૧૧૩ શાળા ઘટી ગઈ છે.વર્ષ-૨૦૦૧માં
શહેરમાં ૫૬૩ મ્યુનિ.શાળા હતી.જેની સામે હાલમાં ૪૫૦ શાળા છે.
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના
કોર્પોરેટરે રજૂઆત કરતા કહયુ,
વર્ષ-૨૦૦૭થી વખતોવખત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વિવિધ ગ્રામ પંચાયત અને
નગરપાલિકાના વિસ્તારો સમાવવામાં આવ્યા છે. આમ છતાં વર્ષ-૨૦૦૧માં જયાં ૫૬૩ શાળા
વિવિધ વોર્ડ વિસ્તારમાં ચલાવવામા આવતી હતી.જેની સામે હાલમાં ૪૫૦ શાળા ચાલી રહી
છે.વર્ષ-૨૦૨૦માં જિલ્લા પંચાયત અને અન્ય વિભાગ હસ્તકની ૧૦૩ શાળા મ્યુનિસિપલ
સ્કૂલબોર્ડ હસ્તક સમાવવામાં આવી હતી. હાલમાં ૧.૭૦ લાખ બાળકો મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ
હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરે છે.૯૩ શાળાના બિલ્ડિંગ બંધ હાલતમાં છે.૩૩૬ શાળામાં
પાણી પાનારની જગ્યા ખાલી છે. ૪૫૦ શાળાઓ પૈકી માત્ર ૪૦ શાળામાં પગી છે.