25,895 ગુજરાતીઓનું પેટ બગડ્યું, ઈમરજન્સી કોલ કરીને સારવાર લીધી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
stomach ache


Epidemic in Monsoon: જૂન અને જૂલાઈ દરમિયાન અસહ્ય તાપ અને ઉકળાટ, ચોમાસુ માહોલમાં પાચનશક્તિ મંદ પડતી હોય છે, જઠરાગ્નિ ખાવો તે પચાવી દે તેવો પ્રદિપ્ત રહેતો નથી અને બીજી તરફ બજારુ ચટાકેદાર પણ હલકી ગુણવત્તાની ખાણીપીણીનો શોખ છૂટતો નથી ત્યારે તા.1 જૂનથી દોઢ માસમાં 25,895 ગુજરાતીઓનું પેટ બગડતા 108ને કોલ કરીને ઈમરજન્સી સારવાર લીધી હતી. 

પેટના રોગોમાં જૂનમાં 33 ટકા,મેમાં 44 ટકાનો મોટો વધારોઃ દોઢ માસમાં 10,709ને ઝાડાઉલ્ટી,14,482ને પેટમાં દુખાવો 

જૂન-2024 માસમાં 9810ને પેટમાં અસહ્ય દુખાવાના અને 6710ને ઝાડા ઉલ્ટીની ફરિયાદો થઈ હતી તો જૂલાઈના બે સપ્તાહમાં જ 4672ને પેટમાં દુખાવો અને 3999ને ઝાડા-ઉલ્ટી થયા હતા. આમ, દોઢ માસમાં 10.709ને ઝાડાઉલ્ટી અને 14,482ને પેટમાં દુખાવા સહિત 25,985ને પેટ સંબંધી તાત્કાલિક સારવાર લેવી પડી હતી. તે સિવાયના ડોક્ટરો પાસે ગયેલા દર્દીઓની સંખ્યા તો હજારોની છે. 

ચોમાસામાં સુપાચ્ય ખોરાક લેવો 

શિયાળાના જાન્યુઆરી માસમાં પેટ સંબંધી રોગોના કુલ 12,708 કોલ નોંધાયા હતા, ફેબ્રુઆરીમાં પણ 12,679 કોલ હતા તે સામે જૂન માસમાં 16,983 અને મે માસમાં તેનાથી વઘુ 18,245 કેસો નોંધાયા હતા. આમ, અસહ્ય ઉનાળો અને હવે ચોમાસામાં બફારા, રોગિષ્ટ હવામાનથી પેટના રોગોમાં 33થી 44 ટકાનો મોટો વધારો નોંધાયો છે. તબીબો આ ૠતુમાં હળવો, સુપાચ્ય ખોરાક લેવા, ભારે, તળેલો, ચટાકેદાર, એસેન્સ, કલરવાળો ખોરાક ટાળવા અને પાચનશક્તિ મૂજબ જ ભોજન લઈને સ્વાસ્થ્ય જાળવવા અપીલ કરે છે. 

અમદાવાદમાં કોલેરાના 17 કેસ

જુલાઈ મહિનામા અમદાવાદમાં કોલેરાના 17 કેસ નોંધાયા છે. કોલેરાના કેસ અમરાઈવાડી,બહેરામપુરા, ચાંદલોડીયા, ગોમતીપુર, દાણીલીમડા, લાંભા, મણીનગર, સરસપુર-રખિયાલ વોર્ડ ઉપરાંત ઈન્દ્રપુરી, રામોલ અને વટવા વોર્ડમાં નોંધાયા છે. ઝાડા ઉલટીના 634, ટાઈફોઈડના 285, કમળાના 150 કેસ નોંધાયા છે. મ્યુનિ. તરફથી આપવામા આવતા પાણીના 489 સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. 89 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. મચ્છરજન્ય ડેન્ગ્યૂના 38, મેલેરિયાના 9 તથા ચિકનગુનીયાનો એક કેસ નોંધાયો છે.

આ પણ વાંચો: સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળોઃ ઉલટી બાદ સચિનમાં બાળકીનું મોત

25,895 ગુજરાતીઓનું પેટ બગડ્યું, ઈમરજન્સી કોલ કરીને સારવાર લીધી 2 - image


Google NewsGoogle News