Get The App

મુંબઈની ઈ-સિટી રિયલ એસ્ટેટની અમદાવાદમાં એન્ટ્રી, વલ્લભસદન પાસેના પ્લોટના વેચાણથી ૧૫૬ કરોડની આવક થશે

પ્લોટના ડેવલપમેન્ટ રાઈટસ વેચાણ માટે પ્રતિ.ચો.મી.૨૬હજારની હાઈએસ્ટ બીડ આવી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News

  મુંબઈની ઈ-સિટી રિયલ એસ્ટેટની અમદાવાદમાં એન્ટ્રી,  વલ્લભસદન પાસેના પ્લોટના વેચાણથી ૧૫૬ કરોડની આવક થશે 1 - image   

  અમદાવાદ,સોમવાર,28 ઓકટોબર,2024

સાબરમતી રિલરફ્રન્ટ ખાતે આવેલા વલ્લભસદન પાસેના તથા લેમન ટ્રી હોટલ પાસેના પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસથી વેચાણથી આપવા પ્રક્રીયા કરાઈ હતી.આ પૈકી વલ્લભસદન પાસેના ૪૪૨૦ ચોરસ મીટરના પ્લોટમાં ૬૦,૦૫૦ ચોરસ મીટર બાંધકામના ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવાની પ્રક્રીયામાં બેઝ પ્રાઈઝ રુપિયા ૨૩,૬૭૬ રાખવામાં આવી હતી.જેની સામેમુંબઈની ઈ-સિટી રિયલ એસ્ટેટ દ્વારા  હાઈએસ્ટ રુપિયા ૨૬ હજારની બીડ આપવામાં આવતા પહેલો પ્લોટ વેચાશે.વલ્લભસદન પાસેના પ્લોટ માબે કંપનીઓએ બીડમાં રસ બતાવ્યો હતો. આ પ્લોટના વેચાણથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને રુપિયા ૧૫૬.૧૩ કરોડની આવક થશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા પ્લોટના વેચાણ માટે છેલ્લા એક દાયકાથી તંત્ર તરફથી પ્રયાસ કરવામાં આવી રહયા છે.રિવરફ્રન્ટ ખાતે આવેલા બે પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસથી વેચાણ આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો.વલ્લભસદન પાસે આવેલા પ્લોટને ડેવલપમેન્ટ રાઈટસથી વેચાણથી લેવા બે કંપનીઓએ રસ બતાવ્યો હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે. આ પ્લોટ માટે નકકી કરવામાં આવેલી બેઝ પ્રાઈસથી પણ વધુ હાઈએસ્ટ બીડ તંત્રને મળી છે.આ પ્લોટનું રુપિયા ૨૬ હજાર પ્રતિ ચોરસ મીટરના ભાવથી વેચાણ થશે તો પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ રુપિયા ૩,૫૨,૯૪૧ થશે.રિવરફ્રન્ટના પૂર્વ ભાગમાં લેમન ટ્રી હોટલ પાસે આવેલા ૩૦૪૫ ચોરસ મીટર ક્ષેત્રફળના પ્લોટમાં ૪૧૩૮૫ ચોરસ મીટર બાંધકામના ડેવલપમેન્ટ રાઈટસ વેચાણ કરવાની પ્રક્રીયામાં સીંગલ બીડ આવતા રદ કરાશે.પૂર્વમાં આવેલા આ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર બાંધકામની રુપિયા ૨૦,૮૩૩ બેઝ પ્રાઈસ રાખવામાં આવી હતી.શોભા રિયાલિટી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-થ્રી ના ડેવલપમેન્ટ માટે રુપિયા એક હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.

અપ સ્કેલ ઓફિસ, કોવર્કિંગ સ્પેસ સાથે રેસ્ટોરા જેવી સુવિધા હશે

વલ્લભસદન પાસેના આ પ્લોટમાં મિકસ યુઝડ કોમર્શિયલ ડેવલપમેન્ટ કરાશે.અપસ્કેલ ઓફિસ,કોવર્કિંગ સ્પેસ સાથે રેસ્ટોરાં,રિટેલ સ્ટોર્સ, લાઉન્જ, ફુડ કોર્ટ, એ.ટી.એમ.તથા અન્ય કોમર્શિયલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

amc

Google NewsGoogle News