વ્હાઈટ ટોપીંગ,આઈકોનિક રોડ ઉપર ભાર મુકાશે, અમદાવાદ મ્યુનિ.નું ડ્રાફટ બજેટ ૧૩ હજાર કરોડથી પણ વધવાની સંભાવના
મ્યુનિસિપલ કમિશનર તેમના છેલ્લા બજેટમાં પર્યાવરણ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચર,મલ્ટિહબ ઉપર વિશેષ ભાર મુકશે
અમદાવાદ,બુધવાર,5
ફેબ્રુ,2025
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.થેન્નારસન આજે
ગુરૃવારે તેમનુ અંતિમ ડ્રાફટ બજેટ રજૂ કરશે. વર્ષ-૨૦૨૩-૨૪માં રુપિયા ૧૦૮૦૧ કરોડનું
ડ્રાફટ બજેટ તેમણે રજૂ કર્યુ હતુ. વર્ષ-૨૦૨૫-૨૬ના રજૂ કરવામા આવનારા ડ્રાફટ
બજેટમાં શહેરમાં વ્હાઈટ ટોપીંગ અને આઈકોનિક રોડ બનાવવા ઉપર ભાર મુકાશે. આ ઉપરાંત
પર્યાવરણ,ઈન્ફ્રાસ્ટ્રકચર
અને મલ્ટિહબ બનાવવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે.વર્ષ-૨૦૨૫-૨૬નું મ્યુનિ.નું
ડ્રાફટ બજેટ રુપિયા ૧૩ હજાર કરોડથી પણ વધવાની સંભાવના હોવાનું આધારભૂતસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વર્ષ-૨૦૨૩-૨૪ના વર્ષ માટે રુપિયા
૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ બજેટ ગત વર્ષે રજૂ કર્યુ હતુ. આ ડ્રાફટ બજેટમાં શહેરીજનો ઉપર
નવો એન્વાયરમેન્ટ ચાર્જ લાદવામાં આવ્યો હતો. આ અગાઉના વર્ષના ડ્રાફટ બજેટમાં
શહેરીજનો પાસેથી વસૂલવામાં આવતા પ્રોપર્ટી ટેકસના દરોમાં દર વર્ષે ૦.૫ ટકાના દરથી
વધારો કરવા ડ્રાફટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે જોગવાઈ કરી હતી.જેમાં સત્તાધારી
પક્ષે ઘટાડો કરી ૦.૨ ટકાના દરથી પ્રોપર્ટી ટેકસના દરમાં દર વર્ષે વધારો લાગૂ
કરવાનો ઠરાવ કર્યો હતો.વર્તમાન ટર્મનું આ છેલ્લુ ડ્રાફટ બજેટ છે. વર્ષ-૨૦૨૬ના
આરંભમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ચૂંટાયેલી પાંખ જોવા મળશે. આ
પરિસ્થિતિમાં આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનારા ડ્રાફટ બજેટમાં
સીધા કરવેરામાં વધારો કરવાનું ટાળીને મ્યુનિસિપલ કોર્પોરેશનને જુની અને નવી
ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેકસની કરોડો રૃપિયાની જે વસૂલાત કરવાની બાકી છે એ
વસૂલાત કરવા ઉપર ભાર મુકવામાં આવશે એવી સંભાવના મ્યુનિસિપલ સૂત્રોએ વ્યકત કરવામાં
આવી છે.પહેલી એપ્રિલથી રાજય સરકાર જંત્રીના નવા દર લાગૂ કરવા ઉપર વિચારણા કરી રહી
છે. નવા જંત્રીના દર અમલમાં આવવાની પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની
પ્રોપર્ટી ટેકસની આવકમાં વધારો થશે એ બાબત નિશ્ચિત બની ગઈ છે.
ચાર વર્ષમાં મ્યુનિ.કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફટ
બજેટનું કદ કેટલું
વર્ષ ડ્રાફટ
બજેટનું કદ(કરોડમાં)
૨૦૨૧-૨૨ ૭૪૭૫
૨૦૨૨-૨૩ ૮૧૧૧
૨૦૨૩-૨૪ ૮૪૦૦
૨૦૨૪-૨૫ ૧૦૮૦૧
મ્યુનિ.કમિશનરના ડ્રાફટ બજેટમાં કઈ-કઈ જોગવાઈનો સમાવેશ
કરાશે?
-શહેરમાં
આવેલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે.
-એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.ને
નવી ૧૦૦થી વધુ બસ અપાશે.
-શહેરના
સાત ઝોનમાં મ્યુનિ.દ્વારા કરાતા કેપીટલ કામના બજેટમાં વધારો કરાશે.
-એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.ને
સાંકળી લઈ મલ્ટિમોડલ હબ ડેવલપ કરાશે.
-રેલવે
ઓવરબ્રિજ અને મ્યુનિસિપલ માર્કેટ બનાવવા ઉપર ભાર મુકાશે.
-સોલાર
તથા ગ્રીન એનર્જી પ્રોજેકટ થકી સેવ એનર્જી ઉપર ફોકસ કરાશે.
-જાસપુર
વોટર વર્કસને અપગ્રેડેશન સાથે ડેવલપ કરવામાં આવશે.