પતંગ ચગાવવા મામલે સગીરને દંડાથી મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ
કૃષ્ણનગરમાં પાશ્વૅનાથ કેનાલ પાસે વાસી ઉતરાયણે મારા મારીની ઘટના
ધમકી આપીને ઢોર માર ઘાતક હુમલો કરી લોહી લુહાણ કર્યો
અમદાવાદ, શનિવાર
કૃષ્ણનગરમાં પાશ્વૅનાથ કેનાલ પાસે વાસી ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા મામલે તકરાર થતાં સગીરને ઢોર મારીને લાકડાના દંડાથી માર મારીને લોહી લુહાણ કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પડોશમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પડોશી પિતા-પુત્રએ સગીને ધમકી આપીને ઢોર માર ઘાતક હુમલો કરી લોહી લુહાણ કર્યો
કૃષ્ણનગરમાં પાશ્વૅનાથ કેનાલ પાસે રહેતી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વાસી ઉતરાયણના દિવસે સાંજે તેમના સંતાનો પતંગ ચગાવતા હતા આ સમયે એક યુવકને આવીને વાત કરીને કે તમારા પુત્રને કેટલાક લોકો માર મારે છે જેથી ફરિયાદી ત્યાં ગયા તો તેમના પુત્રને માથામાં લાકડાના દંડાથી મારતાં લોહી લુહાણ થઇ ગયો હતો. પુત્રએ જણાવ્યું કે આરાપીઓએ તેને ગાળો બોલીને ઢોર માર માર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ટાઇલ્સના ટુકડાથી મારતાં આંખે અને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી.
સગીરને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં સાત ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.