પૂર્વમાં હિટ એન્ડ રનના બે બનાવમાં વૃદ્ધા અને યુવકનું મોત
અમરાઇવાડીમાં બોલેરોના ટાયર નીચે કચડતાં વૃદ્ધાનું મોત સિંગરવામાં યુવકને મોત ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર
સિંગરવામાં રોડ ક્રોસ કરતા યુવકને મોતને ઘાટ ઉતારી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો
, સોમવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહન હંકારવાના કારણે દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. હિટ એન્ડ રનના બે બનાવમાં વૃદ્ધા અને યુવકનું મોત થયું હતું જેમાં અમરાઇવાડી વિસ્તારમાં ન્યૂ કોટન મીલ પાસે બોલેરોના ચાલકે બેદરકારી અને પૂર ઝડપે વાહન હંકાર્યું હતું જેમાં વાહન આગળ બેઠેલી મહિલાને ટક્કર મારતાં વાહનના ટાયર નીચે કચડાતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું તેમ ઓઢવ સિંગરવા પાસે રોડ ક્રોસ કરી રહેલ યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને મોતને ઘાટ ઉતારીને વાહન મૂકીને નાસી ગયો હતો. આ બન્ને બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઇવાડીમાં વાહન આગળ વૃદ્ધા બેઠેલી હતી વાહન ચાલકે ટક્કર મારતાં ટાયર નીચે આવતાં મોત ઃ સિંગરવામાં રોડ ક્રોસ કરતા યુવકને મોતને ઘાટ ઉતારી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો
અમરાઈવાડીમાં અનુપમ સિનેમાથી ન્યુ કોટન મીલ ત્રણ રસ્તા પાસે ગઇકાલે બપોરે એક ૭૦ વર્ષની અજાણી વૃદ્ધ મહિલા રોડની સાઇડમાં બોલેરો પીકઅપ આગળ બેેઠેલી હતી તે સમયે બેદરાકીર પૂર્વેક પૂરઝડપે બોલેરોના ચાલકે વાહન હંકારતાં વૃદ્ધા ટાયર નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. વૃદ્ધાન સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વૃદ્ધાની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બીજા બનાવમાં કણભા ખાતે રહેતા 47 વર્ષીય યુવક ગઇકાલે સાંજના સમયે સિંગરવા તરફ જતા રિંગરોડ ઉપર હુડકો શાક માર્કેટ પાસેથી પગપાળા જઇ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.