Get The App

સિક્યુરિટી ગાર્ડે બાથરૃમમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા

અમરાઇવાડીમાં સરકારી શાળામાં વોશરૃમમાં છેડતી

મારા વિરુધ્ધમાં ફરિયાદ કરશો તો આખા પરિવારને જાનથી મારી નાંખીશ

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
સિક્યુરિટી ગાર્ડે બાથરૃમમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા 1 - image

અમદાવાદ,મંગળવાર

અમરાઈવાડીમાં સરકારી શાળામાં ૧૨ વર્ષની વિદ્યાર્થિની બાથરૃમમાં ગઈ ત્યારે શાળાના સિક્યોરીટી ગાર્ડ પાછળ જઇને સગીરાને અડપલાં કરીને છેડતી કરી હતી. સગીરાએ બુમ પાડતાં કરતા વિકૃત માનસિકતા ધરાવતા સિક્યુરિટી ગાર્ડે  બદનામ કરવાની ધમકી આપી હતી એટલું જ નહી સગીરાના માતા-પિતાને આચાર્યને રજૂઆત કરી તો ગાર્ડે તેમને ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતાએ શાળામાં આચાર્યને રજૂઆત કરતા ગાર્ડે ધમકી આપી કે મારા વિરુધ્ધમાં ફરિયાદ કરશો તો આખા પરિવારને જાનથી મારી નાંખીશ

ઉતરપ્રદેશના વતની અને અમરાઇવાડીમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં સરકારી શાળાના સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૨ વર્ષની પુત્રી અમરાઈવાડી સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તા.૨૫ના રોજ માતા જ્યારે તેની દીકરીને સ્કુલે લેવા માટે ગયા ત્યારે તેમની દીકરી ખુભ જ ગભરાયેલી હતી. જેથી ઘરે જઈને માતાએ પૂછતા તે રડતા રડતા કહ્યું કે તે જ્યારે સ્કુલમાં તે બાથરૃમમાં ગઈ ત્યારે સ્કુલના સિક્યુરિટી ગાર્ડે તેની પાછળ આવ્યો હતો અને પાછળથી પકડીને શારિરીક અડપલાં કરીને છેડતી કરવા લાગ્યો હતો. 

જેથી બુમ પાડતા ગાર્ડ મોંઢુ દબાવીને બદનામ કરવાની ધમકી આપીને ભાગી ગયો હતો. જેને લઇને માતા-પિતા સ્કુલમાં જઇને આચાર્યને રજૂઆત કરી હતી. જેથી આચાર્યે બોલાવીને પૂછતા ઉશ્કેરાઇને મારી સામે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. 



Google NewsGoogle News