Get The App

પાર્કિગ બાબતે સિક્યુરિટી ગાર્ડને પકડી રાખીને ઢોર માર માર્યો

બાપુનગરમાં ફોર વ્હીલર પાર્કિગમાં ટુ વ્હીલર પાર્ક કરવાની ના પાડતા હુમલો

લાફા ફેંટોથી માર મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ

Updated: Mar 26th, 2025

GS TEAM


Google News
Google News
પાર્કિગ બાબતે સિક્યુરિટી ગાર્ડને  પકડી રાખીને ઢોર માર માર્યો 1 - image

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં લુખ્ખા તત્વો નિર્દોષ લોકો સાથે તકરાર કરીને માર મારવાના કિસ્સા વધી રહ્યા છે બાપુનગરમાં પાર્કિગ કરવા બાબતે તકરાર કરીને બે અજાણ્યા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને ઢોર મારતાં તે હાલમા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક શખ્સે વોચમેનને  બાથમા પકડી રાખ્યો બીજાએ લાફા ફેંટોથી માર મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ

ઠક્કરનગર ખાતે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ ફરજ પર હાજર હતા ત્યારે બે શખ્સો ફોર વ્હીલર પાર્કિગમાં પોતાના વાહનો પાર્ક કરતા હતા જેથી આધેડે તેઓને ટુ વ્હીલર પાર્કિગમાં વાહન પાર્ક કરવાનું કહેતા તેમની સાથે તકરાર કરીને ગાળો બોલતાં હતા.

એક શખ્સે વોચમેનને  બાથમા પકડી રાખ્યો બીજાએ લાફા ફેંટોથી ઢોર માર મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :