વૃદ્ધને ટકકર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
રબારી કોલોની સીટીએમ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ
અકસ્માતની જાણ થઇ સિવિલમાં પીએમ રુમમાં મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન અકસ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, તેવામાં સીટીએમ ચાર રસ્તા પાસે વધુ એક હિટ એન્ડ રનાનો બનાવ બન્યો હતો, જેમાં રખિયાલમાં રહેતા વૃદ્ધ શુક્રવારે સાંજે કામ માટે ગયા પછી પરત આવ્યા ન હતા. પરિવારજનોએ શોધખોળ કરતાં રબારી કોલોની પાસે વૃદ્ધ ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયાની જાણ થઇ હતી અને તપાસ કરતાં સિવિલમાં મૃતદેહ પીઅમ રુમમાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અક્સ્માતે મોત નોંધીને નજીકના બીઆરટીએસ સહિતની જગ્યાના સીસી ટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.
શુક્રવારે કામ માટે ગયા પછી મોડી રાત સુધી પરત આવ્યા ન હતા બીજા દિવસે તપાસ કરતાં અકસ્માતની જાણ થઇ સિવિલમાં પીએમ રુમમાં મૃતદેહ મળી આવ્યો
રખિયાલમાં રહેતા વૃદ્ધ તા. ૧૮ એપ્રિલે સાંજે ઘરેથી કામ માટે ગયા હતા તેઓ રબારી કોલોની ચાર રસ્તા તરફથી સીટીએમ ચાર રસ્તા નજીક ચાલતા જતા હતા આ સમયે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા સારવાર દરમિયાન સિવિલમાં મોત થયું હતું.
પરિવારજનોએ આખીરાત શોધખોળ કરી છતાં કોઇ પત્તો મળ્યો ન હતો જ્યારે બીજા દિવસે ખબર પડી કે તેમને રબારી કોલોની પાસે અક્સ્માત થયો હતો અને તેમને ટક્કર મારીને વાહન ચાલક નાસી ગયો હતો. પરિવારના સભ્યોએ તપાસ કરતા સિવિલ હોસ્પિટલના પીએમ રુમમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અક્સ્માતે મોત નોંધીને નજીકના બીઆરટીએસ સહિતની જગ્યાના સીસી ટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.