યુવકે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
ખોખરામાં સ્પોકન ઇગ્લીસ ક્લાસીસમાં જતી ત્યારે પ્રેમસંબંધ થયો હતો
અશ્લીલ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં છેડતી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મની ઘટના વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. ખોખરામાં રહેતીને ઇગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી હતી અને પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાયરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સપ્તાહ પહેલા રાતે મળવાનો યુવતીએ ઇન્કાર કરતાં અત્યારે નહી મળે તો તારા અશ્લીલ ફોટા વાયરલ કરી બદનામ કરવાની, પરિવારને મારી નાંખવાની ધમકી આપી
ખોખરામાં રહેતી યુવતીએ સોસાયટીની સામે રહેતા યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે યુવતી બી.કોમનો અભ્યાસ કરી રહી છે બે વર્ષ પહેલા સોસાયટીની સામે સ્પોકન ઇગ્લીસ ક્લાસીસમાં જતી હતી તેના સંચાલક સાથે પરિચય થયા બાદ બન્ને ફોન ઉપર વાતચીત કરતા બન્ને પ્રેમ પડયા હતા અને અવાર નવાર ફરવા જતા હતા યુવકને લગ્નની લાલચ આપીને યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
દોઢ મહિના પહેલા પણ હોટલમાં લઇ જઇને શરીર સંબંધ બાંધ્યો હતો, એક સપ્તાહ પહેલા યુવકે ફોન કરીને રાત બહાર મળવાની જીદ પકડી હતી જેથી યુવતીએ મળવાનો ઇન્કાર કરતાં યુવકે તારા મારી અશ્લીલ ફોટા છે તેને વાયરલ કરીને બદનામ કરવાની તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ ફોેન રિસીવ કરવાનો બંધ કરતા મળવા માટે દબાણ કરીને પરાણે સંબંધ રાખવાની વાત કરતો હતો જેને લઇને આખરે કંટાળીને યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.