યુવક-યુવતીનો હાથ બાંધી ખાનપુર પાસે નદીમાં ઝંપલાવી આપઘાત
ખાનપુર મેટ્રો બ્રિજ નીચે વોક વે ઉપરની ઘટના
ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ કરતાં બન્નેની ઉંમર ૧૭થી૨૦ની
અમદાવાદ, રવિવાર
ખાનપુર મેટ્રો બ્રિજ નીચે વોક વે ઉપરથી આજે સાંજે યુવક અને યુવતીએ બન્નેએ એકબીજાનો હાથ રૃમાલથી બાંધીને સાબરમતી નદીમાં ઝંપલાવતાં ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ કરતાં બન્નેની ઉંમર ૧૭થી૨૦ની
આ ઘટના અંગે ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ કરતાં બન્નેની ઉંમર ૧૭થી૨૦ની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં યુવતીના હાથે અંગ્રેજીમાં પ્રિયાંશી લખેલું હતું. જો કે યુવક અને યુવતી પાસેથી મોબાઇલ કે પછી કોઇ ઓળખ અંગેના આધાર પુરાવા મળ્યા નથી. પોલીસે બન્નેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલીને મૃતકના સગા સંબંધીને શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.