Get The App

રાજકીય લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરવા અથવા રાષ્ટ્રહિત સાથે ચેડાં કરીને સ્વાર્થ સાધવો તે અધર્મ: ઉપરાષ્ટ્રપતિ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Vice-President Jagdeep Dhankhar


International Dharma Dhamma Conference: ગુજરાત યુનિવર્સિટીમાં આઠમી ઈન્ટરનેશનલ ધર્મ ધમ્મ કૌન્ફરન્સ શરૂ થઈ છે, ત્યારે આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે જણાવ્યું હતું કે, 'રાજકારણમાં રહેલા પ્રતિનિધિઓ-નેતાઓ જ ધર્મ-ધર્મથી વિમુખ થઈ રહ્યા છે અને જે ગંભીર ચિંતાનો વિષય છે. રાજકીય લાભ મેળવવા માટે લોકોને ગરમાર્ગે દોરવા અથવા રાષ્ટ્રીય હિત સાથે ચેડાં કરીને પોતાના સ્વાર્થનું પાલન કરવુ તે ધર્મની વિરૂદ્ધ છે.'

'ઈમરજન્સી એ બંધારણની હત્યા હતી'

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદિપ ધનખડે જણાવ્યું કે, 'વર્ષ 1975માં ભારતમાં તે સમયના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લદાયેલી ઈમરજન્સી એ બંધારણની હત્યા હતી. ધર્મની વિરૂદ્ધ એટલે કે અપવિત્ર કલંકરૂપ અને અસ્વીકાર્ય હતું. જે ક્યારેય માફ ન થઈ શકે તેમજ ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના હતી. બંધારણની રક્ષા કરવી અને સન્માન કરવું તે ધર્મ છે. નેતાઓ અને રાજકારણમા રહેલા પ્રતિનિધિઓ જધર્મથી વિમુખ થઈ રહ્યા છે, તેઓ પોતાની ફરજો- ધર્મના મૂલ્યને સમજી રહ્યા નથી.'

રાજ્યસભાના અધ્યક્ષ તરીકે સંસંદના કામકાજ વાતાવરણને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે જણાવ્યું હતું કે, 'આજે સંવાદ અને ચર્ચા-વિમર્શની ગેરહાજરી જોવા મળે છે. વિક્ષેપ અને અડચણોથી હું ખૂબ જ દુખી છું. પોલિટિકલ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બંધારણનું આદર-પાલન અને બંધારણીય ફરજો-હુકમો સાથે પક્ષપાતી વલણ સાથે સમાધાન કરવામા આવી રહ્યું છે. આજે ફરજો નિભાવવામાં નિષ્ફળતા જોવા મળી રહે છે તે પણ અધર્મ છે.'

આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં, મીઠાખળી અંડરપાસ બંધ


ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે જણાવ્યું હતું કે, 'આજે ધર્મનું પાલન થવુ, પોષણ થવુ અને રક્ષા થવી તે ખૂબ જ જરૂરી છે. જે પ્રજાએ જે નેતાઓમાં વિશ્વાસ રાખ્યો હોય તે નેતાઓએ વિશ્વાસ ન તોડવો એ ધર્મ છે. રાષ્ટ્રીયતા અને માનવતા વિરૂદ્ધનું કાર્ય ન કરીને માનવતા જાળવી રાખીએ તેમજ રાષ્ટ્રીયતા સમજીએ તે ધર્મ છે. આજે સિદ્ધાંતો અને નિતિમત્તાની જરૂર છે.'

રાજકીય લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરવા અથવા રાષ્ટ્રહિત સાથે ચેડાં કરીને સ્વાર્થ સાધવો તે અધર્મ: ઉપરાષ્ટ્રપતિ 2 - image


Google NewsGoogle News