Get The App

લોકોના મતથી ચૂંટાયેલા ભાજપ-કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરોએ દસ કરોડમાંથી ત્રણ કરોડ વાપર્યા જ નહીં

મ્યુનિ.ભાજપ નેતાએ રુપિયા ૧૫ લાખથી વધુનુ બજેટ વાપર્યુ નથી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News

     લોકોના મતથી ચૂંટાયેલા ભાજપ-કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરોએ દસ કરોડમાંથી  ત્રણ કરોડ વાપર્યા જ નહીં 1 - image

  અમદાવાદ,શનિવાર,9 માર્ચ,2024

અમદાવાદના ૪૮ વોર્ડમાંથી ત્રણ વર્ષ અગાઉ ચૂંટાઈને કોર્પોરેટર બનેલા ભાજપ અને કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરોએે તેમને મળેલા  કુલ વાર્ષિક રુપિયા દસ કરોડના બજેટમાંથી માત્ર સાત કરોડ રુપિયા જ વાપર્યા હતા.આ કોર્પોરેટરોએ ત્રણ કરોડથી વધુની રકમ ખર્ચ કરી નથી. મ્યુનિ.ભાજપનેતા ગૌરાંગ પ્રજાપતિ દ્વારા રુપિયા ૪૪ લાખમાંથી પંદર લાખથી વધુની બજેટની રકમ ખર્ચ કરાઈ નથી.

મ્યુનિસિપલ કોર્પોરેટરોને વર્ષ-૨૦૨૩-૨૪ દરમિયાન કોર્પોરેટરોને વાર્ષિક રુપિયા ચાલીસ લાખ ઉપરાંત દસ ટકા વધારાનુ એમ કુલ મળીને રુપિયા ૪૪ લાખનુ બજેટ કોર્પોરેટર દીઠ આપવામા આવ્યુ હતુ.સામાન્ય રીતે ૩૧ ડિસેમ્બર સુધીમાં આ રકમ કોર્પોરેટરે લખવી પડે છે.આમ છતાં બંને પક્ષના કોર્પોરેટરોએ ૨૫થી લઈને ૫૦ ટકા સુધીના બજેટનો ઉપયોગ કર્યો જ નથી.શાહપુરના કોર્પોરેટર અકબર ભટ્ટી, અસારવા વોર્ડના ઓમપ્રકાશ પ્રજાપતિ ઉપરાંત ચાંદલોડિયા વોર્ડના રાજેશ્રીબહેન પટેલ તેમજ ચાંદખેડા વોર્ડના રાજશ્રી કેસરી દ્વારા તેમના બજેટનો પુરો ઉપયોગ કરવામા આવ્યો છે.

કયા કોર્પોરેટરની કેટલી રકમ વણવપરાયેલી?

કોર્પોરેટર       વોર્ડ    રકમ(લાખમાં)

માધુરી કલાપી  દરિયાપુર      ૨૩.૧૫

જસુભાઈ ચૌહાણ        શાહીબાગ       ૧૦.૩૮

ડો.રણજિત વાંક વિરાટનગર     ૯.૧૧

બીના પરમાર   જમાલપુર      ૮.૯૬

વાસંતી પટેલ   ભાઈપુરા        ૧૨.૩૩

ગૌરાંગ પ્રજાપતિ        ભાઈપુરા        ૧૫.૮૪

કમલેશ પટેલ           ભાઈપુરા        ૧૩.૯૦

કેતન પટેલ             ગોતા           ૧૮.૨૦

અજય દેસાઈ            ગોતા            ૨૬.૪૬

મનોજ પટેલ            ઘાટલોડીયા         ૧૪.૪૬

કંચન રાદડીયા         ઠકકરનગર     ૧૨.૯૮

મિત્તલબેન મકવાણા    સરદારનગર     ૮.૪૩

રાજેશ ઠાકોર           વેજલપુર       ૯.૦૩

સુહાના મનસુરી         મકતમપુરા   ૯.૭૧

ચંદ્રકાંત ચૌહાણ         મણિનગર      ૧૯.૯૪

જમનાબેન વેગડા       દાણીલીમડા  ૧૦.૭૨

કૌશિક પટેલ           ઈન્દ્રપુરી        ૯.૬૬

ચેતનાબેન પટેલ        સાબરમતી      ૧૮.૬૫

અરુણસિંહ રાજપૂત         ચાંદખેડા    ૮.૩૮

રશ્મીબેન ભટ્ટ            સ્ટેડિયમ       ૧૦.૬૦

નીરવ કવિ               નવરંગપુરા   ૭.૧૦

ચેતનાબેન પટેલ        પાલડી         ૭.૯૫

વિલાસબેન દેસાઈ      નિકોલ          ૯.૬૮  


Google NewsGoogle News