બોલેરોની ટક્કરથી બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત
રામોલમાં હિટ એન્ડ રનનો બનાવ ઃ યુવકને મોતને ઘાટ ઉતારો બોલેરો લઇ ડ્રાઇવર ફરાર
ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
અમદાવાદ, બુધવાર
રામોલ વિસ્તારમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની છે. જેમાં આજે બપોરે રામોલ ગત્રાડ પાસે પૂર ઝડપે આવી રહેલી પીકઅપ બોલેરો કારના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતાં યુવક રોડ ઉપર પટકાયો હતો. મોંઢા તથા કપાળમા ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ટ્રાફિકથી ધમધમતા અદાણી સર્કલ પાસે અકસ્માત કરી વાહન લઇને ડ્રાઇવર ભાગી ગયો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
આ કેસની વિગત એવી છે કે દસક્રોઇ તાલુકાના એક ગામમાં રહેતા અને રામોલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક આજે બપોરે બાઇક લઇને રામોલ ગત્રાડ રોડ ઉપરથી પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા પીકઅપ બોલેરો ચાલકે ટક્કર મારતાં બાઇક સાથે રોડ ઉપર પટકાયા હતા. તેમને મોંઢા તથા કપાળમા ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું.
અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા, ટ્રાફિક ચક્કજામ થતાં અકસ્માત કરીને વાહન લઇને ચાલક નાસી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.