Get The App

નિકોલમાં વિવાદિત બેનરો રાખતા પોલીસે રામનવમીની યાત્રા અટકાવી

કાર્યકરોએ રામધૂન બોલાવી બે કલાક ચક્કાજામ કર્યો

બેનરો હટાવતા બે કલાક બાદ શોભાયાત્રા આગળ નીકળી હતી

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
નિકોલમાં વિવાદિત બેનરો રાખતા પોલીસે રામનવમીની યાત્રા અટકાવી 1 - image

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં રામ ભગાવનના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિકોલમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લવજેહાદના બેનરો તથા તેને અંતર્ગત વિવાદિત બેનરો સાથે શોભા યાત્રા કાઢતા શુકન મોલ પાસે પોલીસે અટકાવી હતી.  જેથી કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ દર્શાવી રામધૂન બોલાવીને ચક્કાજામ કર્યો હતો. આગેવાનો દ્વારા  સમજાવટ બાદ બેનરો હટાવતા બે કલાક બાદ શોભાયાત્રા આગળ નીકળી હતી.

આગેવાનોની સમજાવટથી બેનરો હટાવ્યા બાદ શુકન ચાર રસ્તાથી ખોડિયાર મંદિરે શોભાયાત્રા સંપન્ન 

આજે રામનવમીના પર્વે નિમિત્તે નિકોલ વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શુકન ચાર રસ્તા પાસેથી પસાર થતી હતી તે સમયે યાત્રાની અંદર લવજેહાદમાં હિન્દુ યુવતીઓને જાગૃત કરાતું બેનર લગાવવામાં આવ્યુંં હતું શોભાયાત્રામાં વિવાદિત બેનરો રાખતા પોલીસ દ્વારા યાત્રા અટકાવવામાં આવી હતી. પોલીસે વિવાદિત ટેબ્લો હટાવવા માટે વિનંતી કરી હતી, પરંતુ વીએચપી અને બજરંગદળના કાર્યકરોએ વિરોધ દર્શાવી રસ્તા પર બેસીને રામધૂન બોલાવીને ચક્કાજામ કર્યો હતો.  આ સમયે સ્થાનિક આગેવાનો અને વીએચપી નેતા સહિતના લોકોએ કાર્યકરોને સમજાવ્યા હતા બાદ બેનરો હટાવ્યા હતા ત્યારબાદ શોભાયાત્રા શુકન ચાર રસ્તાથી રંગેચંગે ખોડિયાર મંદિર ચાર રસ્તાથી મઢુલી ખાતે સંપન્ન થઇ હતી.


Tags :