૧૦૦૦નો મેમો આપતા ક્રેનમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારી માર્યા
એરપોર્ટ સર્કલ પાસે નો પા્કિંગમાં કારનો ઓનલાઇન મેમો આપતા પોલીસ સાથે મારા મારી કરી
પોલીસે મહેસાણાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી
અમદાવાદ,શનિવાર
એરપોર્ટમાં સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે નો પાકગમાં ગાડી ઉભી રાખી હોવાથી ટ્રાફિક પોલીસે રૃા.૧૦૦૦નો ઓનલાઇન ઇ મેમો આપ્યો હતો. જેથી આરોપીઓએ ગાળો બોલીને ટ્રાફિક પોલીસ કર્મચારીને ક્રેનમાંથી ઉતારીને તેમની સાથે મારા મારી કરી હતી અને તમે પાંચ હજારની માંગણી કરી હોવાનો આક્ષેપ કરવા લાગ્યા હતા. આ અંગે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ હજારની માંગણી કરો છો તેવા આક્ષેપો સાથે દાદાગીરી કરી હતી પોલીસે મહેસાણાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી
ચિલોડામાં રહેતા અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહેસાણાના જિલ્લાના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એરપોર્ટ પર અદાણી પ્રાઇવેટ ક્રેનમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. આજે સવારે તઓે ક્રેન લઇને એરપોર્ટ ઉપર પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. જ્યારે એરપોર્ટ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેથી ક્રેન લઇ પાસર થઇ રહ્યાં હતા. ત્યારે મહેસાણા પાસિંગની ગાડી નો સ્ટોપમાં ઉભી હતી. જેથી તેઓ ક્રેન લઇ ગાડી પાસે ગયા ત્યારે ત્યાં ગાડીનો ડ્રાઇવર પણ ઉભો હતો. જેથી તેમણે ડ્રાઇવરનું લાયસન્સ માગતા ગિરીશ પટેલ લખેલ હતું. જેથી ટ્રાફિક પોલીસે તેમને રૃ. ૧૦૦૦ રૃપિયાનું ઇ ચલણ મેમો આપ્યો હતો.
ત્યારે ગાડીમાં સાથે આવેલ યુવક કહેવા લાગ્યો હતો કે કેમ મેમો આપ્યો છે. બીજી ગાડીઓ ઉભી રહેલી છે તેમને કેમ મેમો આપતા નથી. ત્યારે ફરિયાદીએ કહ્યું કે, તમને મેમો આપી દીધો છે તમે જાવ. જે બીજા લોકો છે તેમની પાસે જઇ તેમને પણ મેમો આપીશું એટલું કહેતા જ ડ્રાઇવર અને યુવક બન્ને પોલીસને ગાળો આપવા લાગ્યા હતા. ઉપરાંત ક્રેનના ઇન્ચાર્જની ફેંટ પકડી ક્રેનમાંથી નીચે ઉતારીને માર મારીને બન્નેએ અન્ય હાજર પોલીસ જવાન સાથે મારા મારી કરી હતી અને ગાળો બોલીને બુમો પાડી કહેવા લાગ્યા હતા કે તમારે પાંચ હજાર રૃપિયા જોઇએ છે. તેવો આક્ષેપ કરવા લાગ્યા હતા. બીજી તરફ ઝપાઝપી થતા આસપાસના લોકો આવી ગયા હતા અને પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કરતા એરપોર્ટ પોલીસ આવી ગઇ હતી. પોલીસે પોલીસ પર હુમલો કરનારા ત્રણયેને ઝડપી લીધા હતા.