બનેવીનું મકાન પચાવી છેડતીમાં ફસાવવાની ધમકી
દોઢ વર્ષ સુધી અલગ અલગ સ્થળે રહ્યા ખોખરાના વૃદ્ધે મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અરજી કરી
ખોખરા પોલીસે પરિવારના ત્રણ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી
અમદાવાદ,શનિવાર
ખોખરામાં સાળાએ વૃદ્ધ બનેવીના ઘરના તાળા તોડીને રહેવા લાગ્યા હતા એટલું જ નહી છેડતીના કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને મકાન પચાવી પાડયું હતું, દોઢ વર્ષ સુધી અલગ અલગ મકાનમાં રહ્યા હતા અને આખરે કંટાળીને મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અરજી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે સાળા સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મકાનમાં પ્રવેશ કરશો મારી નાંખવાની ધમકી આપી હતી ઃ ખોખરા પોલીસે પરિવારના ત્રણ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી
ખોખરામાં રહેતા વૃદ્ધે ખોખરા પોલીસ સ્ટેશનમાં સાળા સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમને હાટકેશ્વરમાં બે મકાનો હતા તેમાંથી એક વેચી દીધું હતું. ગત તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૩માં તેઓ રાત્રે મકાનને તાળુ મારીને રાજસ્થાન ગયા હતા. પરત આવ્યા તે સમયે મકાનને મારેલ તાળા ન હતા તેમજ ઘરમાં સાળો પરિવાર સાથે ઘરમાં હાજર હતા.
ત્યારે ફરિયાદી ઘરમાં ગયા તે સમયે ત્રણેય આ ઘરમાં આવતા નહી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘર મારૃ છે અને તમે આવ્યા તો તમને છેડતીના કેસમાં ફસાવી દઇશ તેમજ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જે કે ડરના કારણે તેમને કોઇ ફરિયાદ કરી ન હતી અને અલગ અલગ જગ્યાએ રહેતા હતા. ત્યારે મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અરજી કરી હતી. ખોખરા પોલીસ સ્ટેશનમાં સાળા સહિત ત્રણ સામે ફરિયાદ નોધાવી છે.