નરોડામાં ધાબુ કૂદી આવીને પડોશીએ મહિલાને શારિરીક અડપલાં કર્યા
પતિ વતનમાં જતા મહિલા માતા-પિતા સાથે સૂતી હતી
બુમાબુમ કરતાં ચૂપચાપ કીસીકો બોલના મત કહી યુવક ભાગ્યો
અમદાવાદ,રવિવાર
નરોડામાં રહેતી મહિલા તેના માતા પિતા સાથે સૂતી હતી જ્યાં મધરાતે પડોશી યુવકે આવીને મહિલા સાથે શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. અચાનક જાગીને બુમાબુમ કરતાં આરોપીએ કીસીકો બોલાના મત કહીને ભાગ્યો હતો. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બુમાબુમ કરતાં ચૂપચાપ કીસીકો બોલના મત કહી યુવક ભાગ્યો પાછો આવીને કહ્યું ક્યા હૈ ક્યું ચિલ્લા રહે હો
નરોડામાં મેમ્કો પાસે સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષની મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સસરા બિમાર હોવાથી પતિ વતનમાં ગયા હતા. મહિલા તેના માતા-પિતા સાથે પોેતાના સંતાનો સાથે રહેતી હતી. ગઇકાલે રાતે ઉપરના મકાનમાં સૂતી હતી જો કે ગરમી હોવાથી દરવાજો અધ ખૂલ્લો રાખ્યો હતો.
રાતે બે વાગે પડોશી યુવક ધાબુ કૂદીને તેમના ઘરે આવ્યો હતો અને મહિલા પાસે બેસીને શારિરીક અડપલાં કરતો હતો અચાનક મહિલા જાગી જતાં બુમાબુમ કરતાં આરોપીએ ચૂપચાપ કિસીકો બોલના મત કહીને ભાગ્યો હતો જો કે મહિલાના પિતાએ પૂછો કરતાં પરત આવ્યો હતો અને ક્યા હૈ ક્યું ચિલ્લા રહે હો કહેતો હતો. જો કે તેના પરિવારના સભ્યો આવીને તેને ઘરે લઇ ગયા હતા. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા યુવક સામેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.