Get The App

વસ્ત્રાલમાં સામ સામે બે મકાનના તાળા તોડી એક જ રાતમાં રૃા. ૧૦ લાખની મતા ચોરી

પરિવારજનો લગ્ન પ્રસંગ ગયા હતા અને તસ્કરો હાથ સાફ કરી ગયા

બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ ચોરીને અંજામ આપ્યાની શંકા

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
વસ્ત્રાલમાં સામ સામે બે મકાનના તાળા તોડી  એક જ રાતમાં રૃા. ૧૦ લાખની મતા ચોરી 1 - image

અમદાવાદ, શનિવાર

વસ્ત્રાલમાં એક જ રાતમાં સામ સામે આવેલા બે મકાનના તાળા તોડીને રૃા. ૧૦ લાખની મતાની ચોરીને  કરી હતી. જેમાં બન્ને પરિવારના સભ્યો લગ્ન પ્રસંગ બહાર ગામ ગયા હતા અને તસ્કરો મકાનમાં ચોરી કરીને નાસી ગયા હતા. પોલીસ તપાસમાં  ચોરી કરનારા ત્રણ શખ્સો બાઇક ઉપર આવ્યા હતા જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

એક મકાનમાંથી રોકાડા ૧.૭૦ લાખ સહીત પાંચ લાખની ચોરી ઃ બીજા મકાનમાંથી પણ પાંચ લાખની ચોરી કરી બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ ચોરીને અંજામ આપ્યાની શંકા 

વસ્ત્રાલમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના સાળાના લગ્ન હોવાથી તા. ૧ ના રોજ પરિવાર સાથે કચ્છ ગાંધીધામ ગયા હતા. તેઓ પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજર હતા ત્યારે તા ૬ના રોજ તેમના પાડોશીએ ફોન કરીને કહ્યું કે તમારા મકાનના દરવાજાના તાળા તૂટેલાં છે અને દરવાજા ખુલ્લા છે. જેથી તેઓ તુરંત પરિવાર સાથે તેમના ઘરે આવીને જોયું તો ઘરની અંદરના રૃમમાં તિજોરીમાં રહેલા રોકડા રૃપિયા ૧.૭૦ લાખ અને સોના ચાંદીના દાગીના સહીત કુલ રૃા.૫,૦૫,૦૦૦ લાખની મતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી.

બીજા બનાવમાં તેમની જ સોસાયટીમાં સામેના  મકાન નંબરમાં રહેતા દિનેશભાઈ ઠાકોરના ઘરમાં પણ તસ્કરોએ હાથ સાફ કર્યો છે. આ ઘટના અંગે રામોલ પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.



Google NewsGoogle News