અમદાવાદમાં અન્ય રાજ્યોની જેમ ઈદનું જુલુસ 29 સપ્ટેમ્બરે નીકળશે, ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીનો નિર્ણય

ગણેશ વિસર્જન અને ઈદની ઉજવણી એક જ દિવસે હોવાથી પોલીસ કમિશ્નરે કમિટી સાથે મીટિંગ કરી હતી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં અન્ય રાજ્યોની જેમ ઈદનું જુલુસ 29 સપ્ટેમ્બરે નીકળશે, ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીનો નિર્ણય 1 - image



અમદાવાદઃ સમગ્ર દેશમાં 28 જુલાઈએ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ એક સાથે ઉજવાશે. ત્યારે અન્ય રાજ્યોની જેમ અમદાવાદમાં પણ ઈદે મિલાદનું જુલુસ 29 સપ્ટેમ્બરના રોજ યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે 28 જુલાઈએ ઇદે મિલાદનું જુલૂસ નીકળવાનું હતું પરંતુ ગણપતિ વિસર્જનને કારણે ઇદે મિલાદની સેન્ટ્રલ કમિટીએ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી ઇદે મિલાદનું જુલૂસ અન્ય રાજ્યોની જેમ અમદાવાદમાં 29 સપ્ટેમ્બરે નીકળશે.અગાઉ 28 સપ્ટેમ્બરે જુલૂસ નીકળવાનું હતું જે નિર્ણય હવે બદલવામાં આવ્યો છે.

બપોરની નમાજ પછી ઈદનું જુલુસ નીકળશે

દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં સુરત, વડોદરામાં ઈદનું જુલુસ નીકળવાનું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા કમિટીના સભ્યોને સમજાવતા કમિટીએ સહમતિ દર્શાવી અમદાવાદમાં ઇદ-એ-મિલાદુન્નબીનો તહેવાર 28 અને જુલુસ 29 તારીખના રોજ બપોરની નમાજ પછી બપોરે 3 કલાકે કઢાશે તેમ સહમતી થઈ હતી. 28 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ વિસર્જન છે જેમાં હજારોની સંખ્યામાં ગણપતિજીનું મૂર્તિનું વિસર્જન થશે.સવારથી લઇને મોડી રાત સુધી વિસર્જન ચાલશે. 28 સપ્ટેમ્બર ઈદે મિલાદ પણ છે જેની દેશભરમાં ઉજવણી કરાશે તથા જુલુસ પણ નીકળશે

લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે નિર્ણય

લોકોની ધાર્મિક લાગણી ના દુભાય અને અસામાજિક તત્વો દ્વારા કોઈ કૃત્ય ના કરવામાં આવે તે માટે અમદાવાદમાં ઇદે મિલાદનું જુલૂસ 28મી સપ્ટેમ્બરની જગ્યાએ 29 સપ્ટેમ્બરે નીકળશે. કમિટી દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે જુલુસ હેબતખાનની મસ્જીદ જમાલપુર દરવાજાથી નિકળી ખામાસા ચાર રસ્તા, ભદ્ર પ્લઝા, ત્રણ દરવાજા કોલસા ગલી, પથ્થરકુવા, સીદી સૈયદની જાળી થઈ મીરજાપુર કુરેશી ચોક ખાતે આવી સભા સ્વરૂપે ફેરવાઈને પુર્ણ થાય છે. આ જુલુસમાં આશરે 15 થી 20 હજાર જેટલા લોકો ભેગા થાય છે. આજ દિવસે ગણપતિ વિસર્જન પણ હોય અને જુલુસના રૂટ તેમજ ગણપતિ વિસર્જનના શોભાયાત્રાના રૂટ ભેગા થાય છે તેથી એક કાંકરીચાળો મોટું સ્વરૂપ લે તેવી સંભાવના રહેલી છે.


Google NewsGoogle News