Get The App

'કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરુ રાખવું' અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આદેશ

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
'કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરુ રાખવું' અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આદેશ 1 - image


Ahmedabad News : ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓને લઈને આદેશ આપ્યા છે. શહેરની તમામ શાળાઓેને બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવા અને બપોરના 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે સૂચના આપવામાં આવી છે. 

શિક્ષણ અધિકારીનો તમામ શાળાને આદેશ

રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓને આકરી ગરમીમાં સેકાવવાનો વારો ન આવે એટલાં માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ 12 વાગ્યા સુધી શિક્ષણકાર્ય પૂર્ણ કરવા આદેશ કર્યા છે. 

આ પણ વાંચો: કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મુખ્યમંત્રીનો આદેશ, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન સ્થગિત

જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઉનાળુ વેકેશન પડશે, આ દરમિયાન શાળાએ 12 વાગ્યા સુધી જ શાળા ચાલુ રાખવી. જ્યારે 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને આવતીકાલે શુક્રવારથી (18 એપ્રિલ, 2025) ચેકિંગ હાથ ધરવામાં આવશે. 

Tags :