ભણતર બન્યું મોંઘું! નવી ફી કમિટીની રચના બાદ સ્કૂલ ફીમાં કરાયો વધારો, જાણો કેટલી વધી ફી
Increase School Fees in Ahmedabad: રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી હતી. ત્યારબાદ અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામાં આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકારના આદેશને પગલે ફી નિર્ધારણની ઝડપી પ્રક્રિયા
ફી કમિટી દ્વારા જે સ્કૂલોના ફીના ઓર્ડર કરવામાં આવ્યા છે. તેમાં એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે. ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે અને આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે. આ ઉપરાંત ડીપીએસ બોપલની સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ આ જિલ્લામાં નોંધાયો
એચ. બી. કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરવામાં આવી છે. કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. કેટલીક સ્કૂલોએ ફી કમિટીનો ફીનો ઓર્ડર થાય તે પહેલાં જ અને નવી ફી કમિટી રચાય તે પહેલાં જ નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરુ કરી દીધો છે. આ મુદ્દે અમદાવાદ શહેર ડીઈઓમાં વાલીઓએ ફરિયાદ પણ કરી હતી.