સગીર આરોપીઓએ અગાઉ પણ અન્ય બાળકોને શિકાર બનાવ્યાની આશંકા
ધંધુકાના પચ્છમની હોસ્ટેલની સગીર સાથે રેંગીગનો મામલો
પાંચેય જુવેનાઇલની અટકાયત કરી જુવેનાઇલ બોર્ડમાં રજુ કરાશેઃ આરોપી સગીરોના વાલીઓનું પોલીસ સાથે ઘર્ષણની ઘટના બનતા કાર્યવાહી થશે
અમદાવાદ,સોમવાર
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવેલા પચ્છમમાં આવેલી એક હોસ્ટેલમાં ૧૪વ્ વર્ષના સગીરને નગ્ન કરીને તેની સાથે ખોટુ કૃત્ય કરવાના મામલે ધંધુકા પોલીસે પાંંચ જુવાઇનાઇલ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ જુવેનાઇલ આરોપીઓએ અગાઉ પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ કૃત્ય કર્યાની શક્યતાને આધારે ધંધુકા પોલીસે તપાસ શરૂ કરી છે. ધંધુકાના પચ્છમમાં આવેલી એક હોસ્ટેલમાં પાંચ જેટલા સગીરોએ એક ૧૪ વર્ષના વિદ્યાર્થીને નગ્ન કરીને તેના ગુપ્તાંગમાં લાકડી નાખીને રેંગીગ કરીને તેને માર માર્યો હતો. સાથેસાથે એક વિદ્યાર્થીએ વિડીયો બનાવ્યો હતો. જે સોશિયલ મિડીયામાં વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે ધંધુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં પાંચ જુવેનાઇલ આરોપીઓની અટકાયત કરી હતી. જેને વધુ કાર્યવાહી માટે જુવેનાઇલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.
બીજી તરફ પોલીસને એવી માહિતી મળી છે કે જુવેનાઇલ આરોપીઓએ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ રેંગીગ કર્યું છે. જેથી વધુ તપાસ માટે પોલીસ હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પણ પુછપરછ કરશે. આ ઉપરાંત, ગ આ ઘટના બન્યા બાદ ગભરાઇ ગયેલા બાળકે તેના માતા-પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. સાથેસાથે વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે જુવેનાઇલ આરોપીઓના વાલીઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.
ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ગોજીયાએ જણાવ્યું છે કે હોસ્ટેલનો વાંધાજનક વિડીયો સોશિયલ મિડીયામાં કોઇ પાસે આવે તો વાયરલ નહી કરવો તેમજ જો કોઇ વાયરલ કરે તો પોલીસને જાણ કરવી.