Get The App

અમદાવાદના 13 અને સુરતના 3 સ્થળે ED ત્રાટકી, મહારાષ્ટ્ર ચૂંટણી સાથે છે કનેક્શન, જાણો મામલો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદના 13 અને સુરતના 3 સ્થળે ED ત્રાટકી, મહારાષ્ટ્ર ચૂંટણી સાથે છે કનેક્શન, જાણો મામલો 1 - image


ED Action: કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા બેંક ફ્રોડ સાથે સબંધિત મામલે સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં 'વોટ જેહાદ'ના નામથી ચર્ચિત આ બેન્ક એકાઉન્ટ કૌભાંડ કેસમાં હવે કેન્દ્રીય તપાસની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તપાસ એજન્સી દ્વારા 14મી નવેમ્બરની સવારથી જ આ કેસમાં 23થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. 

અમદાવાદના 13 અને સુરતના 3 સ્થળો પર ED ત્રાટકી

તપાસ એજન્સીએ 14 નવેમ્બરે સવારે લગભગ 6:00 વાગ્યાથી ગુજરાતના અમદાવાદમાં 13 સ્થળોએ, સુરતમાં 3 સ્થળોએ, મહારાષ્ટ્રના માલેગાંવ અને નાસિકમાં 2 સ્થળોએ તેમજ મુંબઈમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા હવાલા વેપારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

કિરીટ સોમૈયા દ્વારા 'વોટ જેહાદ' કૌભાંડનો કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો

મુંબઈમાં છેલ્લા થોડા સમય પહેલા ભાજપના નેતા કિરીટ સોમૈયા દ્વારા 'વોટ જેહાદ' કૌભાંડનો કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, તેમના દ્વારા એ દાવો કરવામાં આવ્યો હતો કે, હવાલા વેપારીઓ મારફતે માલેગાંવ સ્થિત એક બેંકમાં આશરે રૂ. 125 કરોડ રૂપિયા જે અલગ-અલગ બેંક ખાતામાં આવ્યા હતા, પછી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને તેને વહેંચવામાં આવ્યા હતા. જે હવાલા કારોબાર સાથે જોડાયેલો મામલો છે અને તે પૈસાનું મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા અનેક શંકાસ્પદ રીતે લેવડ-દેવડ થયું હોવાનો આરોપ લાગ્યો છે. 


આ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી તરીકે લગભગ 43 વર્ષીય સિરાજ અહેમદ હારૂન મેમણનું નામ સામે આવ્યું  છે, જે ચા અને ઠંડા પીણાની એજન્સી ચલાવવાનું કામ કરે છે. આ આરોપીએ અનેક ખેડૂતો અને અન્ય ફરિયાદીઓ પાસેથી મોબાઈલ સીમકાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજોના આધારે છેતરપિંડીને અંજામ આપ્યો હતો. વાસ્તવમાં સિરાજ અહેમદે સેંકડો ખેડૂતો અને અન્ય લોકોને એક નવા મોડલ સાથે કોર્નનો બિઝનેસ કરવાનું અને તે મોડ્યુલમાંથી અનેક ગણી કમાણી કરવાનું સપનું દેખાડ્યું હતું, ત્યાર બાદ એ લોકોના નામ પરથી સિમ કાર્ડ, આધાર કાર્ડ વગેરે લઈને કરોડો શંકાસ્પદ લેવડ-દેવડની છેતરપિંડીના મામલાને અંજામ આપ્યો હતો. 

આ ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરાયો

EDની તપાસમાં સામે આવ્યું છે કે, નકલી દસ્તાવેજો અને નકલી KYC દ્વારા કથિત રીતે અનેક બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરીને જનપ્રતિનિધિત્વ અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બેંક કૌભાંડમાં અનેક મોટા નામ

તપાસ એજન્સીના વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે, આ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસની પ્રારંભિક તપાસ દરમિયાન, NaMCo બેંક, ધનરાજ એગ્રો, ગંગાસાગર એન્ટરપ્રાઈઝના નામ પણ સામે આવ્યા છે, જ્યાં અનેક શંકાસ્પદ રીતે ઘણા બેંક ખાતા ખોલવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં નોંધાયેલી FIR પ્રમાણે સિરાજ અહેમદે પોતે પોતાના નામે અને તેના મિત્રો તથા પરિવારના નામે 12 બેંક ખાતા ખોલાવ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, જે 14 બેંક ખાતાઓ 23 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરની વચ્ચે ખોલવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર ચૂંટણીના ઠીક પહેલા જ્યારે અચાનક તે ખાતાઓમાં કરોડો રૂપિયા આવવા લાગ્યા અને અન્ય ખાતામાં ટ્રાન્સફર થવા લાગ્યા ત્યારે આ મામલોતપાસ એજન્સીના રડાર પર આવ્યો. તપાસ એજન્સી લગભગ 153 બેંક શાખાઓ સાથે સંબંધિત આ મામલામાં તપાસ પ્રક્રિયાને આગળ વધારી રહી છે. જે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન ધરાવે છે.


Google NewsGoogle News