ગુજરાતમાં 14 વખત પેપર લીકની ઘટના છતાં કેન્દ્રના પોપટનું મૌન! રાજસ્થાનમાં EDની કડક કાર્યવાહી

ગુજરાતમાં તલાટી સહિતની અન્ય પરીક્ષામાં 14 વખત પેપરલીક થયા છે ED-CBI ક્યાં?

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં 14 વખત પેપર લીકની ઘટના છતાં કેન્દ્રના પોપટનું મૌન! રાજસ્થાનમાં EDની કડક કાર્યવાહી 1 - image


ED Raid In Rajasthan : રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે મુખ્યમંત્રી ગેહલોતના પુત્રને ઇડીએ સમન્સ  મોકલ્યુ છે જયારે પ્રદેશ પ્રમુખના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે કોગ્રેસે એવો વેધક સવાલ કર્યો છેકે, ગુજરાતમાં એક -બે વખત નહીં, બલ્કે ૧૪ વખત પેપરલીક થયાની ઘટના બની છે. કેન્દ્રનો પોપટ કેમ ગુજરાતમાં મૌન છે ? ઇડી-સીબીઆઇ ક્યાં છે? 

ગુજરાતમાં તલાટી સહિતની અન્ય પરીક્ષામાં 14 વખત પેપરલીક થયા છે ED-CBI ક્યાં?

રાજ્સ્થાનમાં પેપર ફુટવાની ઘટનાના મુદ્દો પૂરજોશમાં ચગાવવામાં આવી રહ્યો છે અને રાજકીય હિસાબકિતાબ પૂરો કરવા ઇડીનો બખુબી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પણ ગુજરાતમાં તો સરકારી ભરતીમાં અનેક ગોટાળા બહાર આવ્યા છે. 14 વખત પેપરલીકની ઘટનાઓ બની છે. કૌભાડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કેમ ઇડી-સીબીઆઇના દરોડા પાડવામાં આવતા નથી ?  કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે,  ગુજરાતમાં જુનિયર કલાર્ક, તલાટી, મુખ્ય સેવિકા, લોકરક્ષક દળ, વીજ સહાયક, નાયબ ચીટનીસ,  વન સહાયક સહિતની સરકારી ભરતી વખતે પેપર ફુટયા હતાં પરિણામે રાજ્યના લાખો બેરોજગાર યુવાનોની મહેનત માથે પડી હતી. એટલુ જ નહીં, આ યુવાઓએ હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા હતાં. ગુજરાતમાં ભાજપ સરકાર યુવાઓના પ્રશ્નો અંગે અસંવેદનશીલ છે તેના અનેક પુરાવા છે. પણ ચૂંટણીમાં હાર ભાળ ગયેલી ભાજપ હવે ઇડી જેવી કેન્દ્રીય એજન્સીનો દૂરપયોગ કરવા માંડી છે. સવાલ એછેકે, ગુજરાતમાં ઇડી-સીબીઆઇ કૌભાંડીઓ પર કયારે રેડ પાડશે? કયારે સકંજો કસશે? તે લાખો યુવાઓ જાણવા માંગે છે.

ગુજરાતમાં કયારે પેપર ફુટયાં

 વર્ષ 
કઇ પરીક્ષામાં પેપર ફુટયું
2014
ચીફ ઓફિસર
2015
તલાટી
2016
જિ.પંચાયત-તલાટી
2018
ટાટ-શિક્ષક
2018
મુખ્ય સેવિકા
2018
લોકરક્ષક દળ
2019
બિનસચિવાલય કારકૂન
2021
હેડકલાર્ક
2021
વિદ્યૃત સહાયક
2021
સબ એડિટર
2022
વનરક્ષક
2023
જુનિયર કલાર્ક

Google NewsGoogle News