Get The App

જેસીબીથી કોદકામ કરતાં એસિડની વરાળો નીકળી પ્લાસ્ટીકના ડ્રમમાંથી ઝેરી કેમિકલ મળ્યું

એસિડયુક્ત કેમિકલ જમીનમાં દાટીને પર્યાવરણને નુકસાનનું કાવત્રું

જીપીસીબીના ઇજનેરે અજાણ્યા શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
જેસીબીથી કોદકામ કરતાં એસિડની વરાળો નીકળી પ્લાસ્ટીકના ડ્રમમાંથી ઝેરી કેમિકલ મળ્યું 1 - image

અમદાવાદ, શનિવાર

નારોલમાં શાહવાડીમાં પોલીસે જેસીબીની મદદથી જમીનમાં ખોદકામ કરતાં એસિડની વરાળો નીકળવા લાગી હતી. તપાસ કરતા જમીનમાં પ્લાસ્ટીકના ડ્રમમાં ઝેરી એસિડીક કેમિકલ દાટેલું મળી આવ્યું હતું. જેમાં અજાણ્યા શખ્સોએ કેમિકલને દાટીને પર્યાવરણને નુકસાન પહોચાડવાનું કાવત્રુ રચ્યુ હતું. આ બનાવ અંગે જીપીસીબીના નાયબ પર્યાવરણ ઇજનેરે અજાણ્યા શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જીપીસીબીના ઇજનેરે અજાણ્યા શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવી

ગાંધીનગરમાં રહેતા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અમદાવાદ પૂર્વમાં નાયબ પર્યાવરણ ઇજનેર તરીકે નોકરી કરતા આશીષભાઇ પટેલ (ઉ.વ.૩૯)એ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા એક અરજી મળી હતી જેથી ફરિયાદી તેમના સ્ટાફના માણસો સાથે શાહવાડીમાં આવેલ સર્વે નં-૨૩૫ શ્રીજી વેર હાઉસ ઉપર ગયા હતા. 

ત્યાં જઇને તપાસ કરતા ઘણા બધા પ્લોટો પૈકી એક પ્લોટમાં અડધું દટાયેલ પ્લાસ્ટીકનું ડ્રમ (પીપડા)મળી આવ્યા હતા. જેથી જેસીબીની મદદથી ચાર ફૂટ જેટલું ખોદકામ કરતા ચાર પ્લાસ્ટીકના ડ્રમ તૂટેલ હાલતમાં મળી આવ્યા હતા. જેમાંથી કાળ રંગનું પ્રવાહી એસિડની વરાળો નીકળતી હતી. તેની તપાસ કરતા એસિડીક કેમિકલ હોવાનું બહાર આવ્યું હતું.



Google NewsGoogle News