Get The App

રાજ્યના મુખ્યમંત્રીની ભેટ-સોગાદોનું કરાયું ઇ-ઑક્શન, ત્રણ મહિનામાં રૂ.36 લાખનું વેચાણ, રકમ કન્યા કેળવણીમાં ખર્ચાશે

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
રાજ્યના મુખ્યમંત્રીની ભેટ-સોગાદોનું કરાયું ઇ-ઑક્શન, ત્રણ મહિનામાં રૂ.36 લાખનું વેચાણ, રકમ કન્યા કેળવણીમાં ખર્ચાશે 1 - image


E-auction Of CM Gifts : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વર્ષ દરમિયાન મળતી ભેટની સાથે તોશાખાનામાં જમાં થયેલી ભેટની સોગાદોની હરાજી કરવામાં આવે છે અને તેના વેચાણમાંથી મળતી આવકમાં દીકરીઓના શિક્ષણ માટે આર્થિક સહાય કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારના તોશાખાનામાં જમા થતી મુખ્યમંત્રીની ભેટ-સોગાદોનું ઇ-ઓક્શન માટે 2 ઓક્ટોબર, 2024માં પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેમાં ત્રણ મહિનામાં 400થી વધુ વસ્તુઓ હરાજી માટે મુકવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભેટ-સોગાદોનું ઓનલાઈન વેચાણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં મળતી વસ્તુઓના વેચાણ માટે https://cmgujmemento.gujarat.gov.in ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારની તોશાખાનાની ભેટ-સોગાદનું ઓનલાઈન માધ્યમથી ઇ-ઑક્શન કરીને તેના વેચાણમાંથી ઊભી થતી આવકને કન્યા કેળવણીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બર, 2024 સુધીના ત્રણ મહિનામાં આ પોર્ટલ પર 400 જેટલી વસ્તુઓ મુકવામાં આવી હતી. જેમાંથી  181 વસ્તુઓનું વેચાણ થયું, જેની કુલ 36.97 લાખથી વધુ રૂપિયા મળ્યા હતા. ઇ-ઑક્શન થકી મેળવેલી રકમને કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવી.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે 'ફ્લાવર શૉ 2025', જાણો શું છે ટિકિટ દર

આ રીતે ખરીદાશે ભેટ-સોગાદની વસ્તુઓ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પોર્ટલ પરથી ઇ-ઑક્શનાં વસ્તુની ખરીદી માટે નોંધણી કરીને બિડ સબમિટ કરવાનો થશે. જેમાં ઊંચી કિંમતની બિડ મેળવનારને કન્ય કેળવણી નિધિમાં ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. જેમાં ખરીદનારને આ વસ્તુ પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવશે.


Google NewsGoogle News