દ્વારકા જગતમંદિરમાં હવે ટૂંકાં વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, મંદિર બહાર લગાવાયા બેનર
આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો
દ્વારકાવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ભક્તોને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં હવે મંદિરની પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અપીલ કરવામાં આવી
રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવા જગતમંદિરને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. દ્વારકાનું જગતમંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ ધર્મસ્થાન છે અને દરરોજ હજોર શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા આવે છે ત્યારે હવે દર્શનાર્થે આવતા ભક્તો માટે એક નિર્ણય કરવાનો આવ્યો છે જેમાં મંદિરના પરિસરમાં ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ સાથે જ મંદિરની બહાર મોટા બેનર પણ લગાવાયા છે. ઉલ્લેખનીય છે કે દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થી આવતા હોય છે જેને લઈને હવે સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવા અપીલ કરવામાં આવી છે.
ત્રણેય ભાષામાં બેનર્સ લગાવવા આવ્યા
દ્વારકા જગત મંદિરમાં આવતા ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં બેનર્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય જૂદા જૂદા માધ્યમોથી પણ દર્શનાર્થે આવતા ભક્તોને માહિતી આપવામાં આવી રહી છે. દ્વારકાવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. આ ઉપરાંત સ્થાનિક તંત્ર, હોટેલના માલીકો, રીક્ષાચાલકો તેમજ અન્ય સ્થાનિક નાગરિકોને પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.