વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સમયે, અમદાવાદમાં જાન્યુઆરીમાં ઈન્ટનેશનલ લેવલનો ફલાવરશો યોજાશે

સોમથી શુક્રવાર સુધી બાર વર્ષથી ઉપરના લોકો માટે ૫૦ રુપિયા ટિકીટ ફી લેવાશે

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News

     વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સમયે, અમદાવાદમાં જાન્યુઆરીમાં ઈન્ટનેશનલ લેવલનો ફલાવરશો યોજાશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,23 નવેમ્બર,2023

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સમયે અમદાવાદમાં જાન્યુઆરી-૨૦૨૪ના પહેલા સપ્તાહમાં ઈન્ટરનેશનલ લેવલનો ફલાવરશો આયોજીત કરવા સ્ટેન્ડિંગ કમિટિમાં તાકીદની દરખાસ્ત મંજુર કરાઈ હતી.ફલાવરશો દરમિયાન સોમવારથી શુક્રવાર સુધીના સમયમાં ફલાવરશો નીહાળવા માટે બાર વર્ષથી ઉપરના લોકો માટે ૫૦ રુપિયા ટિકીટ ફી લેવામાં આવશે.શનિ અને રવિવારે ૭૫ રુપિયા સુધીની ફી મુલાકાતીઓ પાસેથી વસુલવા અંગે તંત્ર તરફથી વિચારણા કરાઈ હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એલિસબ્રિજથી સરદારબ્રિજની વચ્ચે વર્ષ-૨૦૧૩થી ફલાવરશોનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે.માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમયમાં એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવરશો મોકૂફ રાખવામાં આવ્યો હતો.આગામી વર્ષે જાન્યુઆરી-૨૦૨૪માં ઈન્ટરનેશનલ લેવલનો ફલાવરશો આયોજીત કરવા સ્ટેન્ડિંગ કમિટિએ મંજુરી આપી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ,વાઈબ્રન્ટ સમિટ સમયે દેશ-વિદેશમાંથી આવનારા ડેલીગેટસ ફલાવરશો માણી શકે એ માટે ૮૦૦થી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ, નર્સરી સાથ સ્કલ્પચર તથા ફુડકોર્ટનું પણ આયોજન કરવામાં આવશે.

આ વર્ષે ફલાવરશો પાછળ મ્યુનિ.તત્રે ૫.૪૫ કરોડથી વધુનો અંદાજ મુકયો

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવરશો આયોજિત કરવા મ્યુનિ.તંત્ર તરફથી વર્ષ-૨૦૨૩માં કુલ મળીને રુપિયા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.પહેલી જાન્યુઆરી-૨૦૨૪થી ફલાવરશો યોજવા માટે મ્યુનિ.ના ગાર્ડન વિભાગ તરફથી પ્લાન્ટેશન અને નર્સરી સહિતની કામગીરી કરાવવા વિવિધ બીડરો પાસેથી ઓફર મંગાવી છે.ગાર્ડન વિભાગે આ કામગીરી માટે ટેન્ડરની અંદાજિત રકમ રુપિયા ૫.૪૫ કરોડથી વધુ રકમનો ખર્ચ મુકયો છે.


Google NewsGoogle News