મકર સંક્રાંતિના પર્વ દરમિયાન , ફલાવરશો-કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૧.૫૦ લાખથી વધુ લોકો ઉમટી પડયા

૧૪ જાન્યુઆરીએ ૭૧ હજાર, ૧૫ જાન્યુઆરીએ ૪૫ હજારથી વધુ મુલાકાતીઓ ફલાવરશો જોવા પહોંચી ગયા

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
મકર સંક્રાંતિના પર્વ દરમિયાન , ફલાવરશો-કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૧.૫૦ લાખથી વધુ લોકો ઉમટી પડયા 1 - image


અમદાવાદ,સોમવાર,15 જાન્યુ,2024

અમદાવાદમાં મકર સંક્રાંતિના પર્વ દરમિયાન ૧૪ તથા ૧૫ જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા ફલાવરશો ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે ૧.૫૦ લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા.૧૪ જાન્યુઆરીએ ૭૧ હજાર જયારે ૧૫ જાન્યુઆરીએ સાંજ સુધીમાં ૪૫ હજારથી વધુ મુલાકાતીઓ ફલાવરશો જોવા માટે પહોંચી ગયા હતા.

૩૦ ડિસેમ્બર-૨૦૨૩થી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફલાવરશો આયોજિત કરવામાં આવેલો છે. ફલાવરશોમાં રાખવામાં આવેલા વિશ્વના સૌથી વધુ ૨૨૧ મીટર લંબાઈના ફલાવર સ્ટ્રકચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પણ આપવામાં આવ્યુ છે.અગાઉ વર્ષ-૨૦૧૪માં ચીને ૧૬૬.૧૫ મીટર લંબાઈનુ ફલાવર સ્ટ્રકટર બનાવી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યુ હતુ.વડાપ્રધાને પણ ૧૦ જાન્યુઆરીએ ફલાવરશોની મુલાકાત લીધી હતી.ફલાવરશોની અત્યારસુધીમાં ૮ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.ફલાવરશોને લઈ મુલાકાતીઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ૨૦ જાન્યુઆરી સુધી ફલાવરશોને લંબાવવામાં આવ્યો છે.  ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના દિવસે ફલાવરશો નિહાળવા માટે દરેક ગેટ ઉપર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી.રસ્તાઓ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ અને રવિવારની જાહેર રજા હોવાથી કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે પણ એક જ દિવસમાં ૪૭૭૮૦ મુલાકાતીઆપહોંચ્યા હતા.ઝૂ   ઉપરાંત નોકટરનલ તથા અન્ય પરિસર પેટે તંત્રને રુપિયા ૧૦૧૫૩૫૦ની આવક થવા પામી હતી.મુલાકાતીઓ પૈકી ૪૧૪૧ લોકોએ અટલ અને સ્વર્ણિમ  જયંતી એકસપ્રેસ ટોય ટ્રેનની મુલાકાત માણી હતી.


Google NewsGoogle News