Get The App

ગુજરાતમાં ડમ્પરચાલકો બન્યા બેફામ: 24 કલાકમાં બાળકી સહિત 2ને કચડ્યા, ત્રણ ઇજાગ્રસ્ત

Updated: Dec 19th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ડમ્પરચાલકો બન્યા બેફામ: 24 કલાકમાં બાળકી સહિત 2ને કચડ્યા, ત્રણ ઇજાગ્રસ્ત 1 - image


2 People Death in Gujarat : ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક વધતો જતો જોવા મળે છે. શહેરમાં ડમ્પર ચાલકો અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. ત્યારે ગત 24 કલાકમાં અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ બાળકી સહિત 2 લોકોને અડફેટે લેતાં મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને ઇજા પહોંચી છે. ત્યારે હવે પોલીસે આવા મોટા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવી જોઈએ અને કડકપણે નિયમોનું પાલન કરાવવું જોઇએ. 

અકસ્માતનો પ્રથમ બનાવ રાજકોટના ભાવનગર રોડ પર બન્યો છે. જેમાં રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક એક ડમ્પર ચાલકે બાઇક ચાલકને હડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

બીજો અકસ્માત અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકને એક્ટીવા ચાલકને હડફેટે લીધો હતો. જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને અમદાવાદની એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

ટેમ્પોની અડફેટે બાળકીનું મોત

અકસ્માતનો અન્ય એક બનાવ વડોદરામાં બન્યો હતો જેમાં એક ટેમ્પો ચાલકે બાળકીને અડફેટે લેતાં મોત નીપજ્યું છે. વડોદરાના અલવાનાકા પાસે રહેતા પરિવાર હોસ્પિટલથી પરત ફરી રહ્યો હતો ત્યારે વિહાર સિનેમા સામે ટેમ્પો ચાલકે અડફેટે લેતાં એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાળકીને ઇજા પહોંચી હતી. અકસ્માત થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ટેમ્પો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો ગણતરીના કલાકોમાં જ ટેમ્પો ચાલકની ધરપકડ કરી લીધી હતી. 

Tags :