એડવાન્સ ટેકસ રીબેટ યોજના છતાં મ્યુનિ.પ્રોપર્ટી ટેકસની આવકમાં ગત વર્ષની તુલનામાં ૭.૬૦ કરોડનો ઘટાડો

આચાર સંહિતાના અમલના કારણે જોઈએ એટલો પ્રચાર થઈ શકયો નથી.

Updated: May 12th, 2024


Google NewsGoogle News

     એડવાન્સ ટેકસ રીબેટ યોજના છતાં  મ્યુનિ.પ્રોપર્ટી ટેકસની આવકમાં ગત વર્ષની તુલનામાં ૭.૬૦ કરોડનો ઘટાડો 1 - image

  અમદાવાદ, શનિવાર, 11 મે, 2024

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટે પ્રોપર્ટી ટેકસની આવક રુપિયા ૨૨૦૦ કરોડ અંદાજવામાં આવી છે.ગત વર્ષે પહેલી એપ્રિલથી ૯ મે-૨૩ સુધીમાં પ્રોપર્ટી ટેકસની આવક રુપિયા ૩૪૯.૧૦ કરોડ હતી. વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૩૪૧.૫૦ કરોડ થઈ છે.ગત વર્ષની તુલનામાં પ્રોપર્ટી ટેકસની આવકમાં એડવાન્સ ટેકસ રીબેટ યોજનાના અમલ છતાં રુપિયા ૭.૬૦ કરોડનો ઘટાડો થવા પામ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે એપ્રિલ મહિનાના આરંભથી એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે રીબેટ યોજના લાગૂ કરવામાં આવે છે.વર્ષ-૨૦૨૩-૨૪માં પહેલી એપ્રિલથી ૯ મે સુધીના સમયમાં પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૩૪૯.૧૦ કરોડ થવા પામી હતી.જેની તુલનામાં આ વર્ષે રુપિયા ૭.૬૦ કરોડનો ઘટાડો થયો છે. પ્રોપર્ટી ટેકસની આવકમાં ઘટાડો થવા પાછળ એડવાન્સ ટેકસ રીબેટ યોજનાની આ વર્ષે એક સપ્તાહ મોડી શરુઆત કરવા ઉપરાંત  આચાર સંહિતાના અમલના કારણે જોઈએ એટલો પ્રચાર થઈ શકયો નથી.ર્વર્ષ-૨૦૨૩-૨૪માં પહેલી એપ્રિલથી ૯ મે દરમિયાન પ્રોફેશન ટેકસની આવક રુપિયા ૨૧.૭૯ કરોડ હતી.જેની તુલનામાં આ વર્ષે રુપિયા ૨૬.૪૧ કરોડ આવક થઈ છે.જયારે વ્હીકલ ટેકસ પેટે ગત વર્ષે રુપિયા ૨૨.૫૬ કરોડ આવક થઈ હતી.જેની તુલનામાં આ વર્ષે રુપિયા ૨૨.૬૨ કરોડ આવક થઈ છે.વર્ષ-૨૦૨૩-૨૪માં પહેલી એપ્રિલથી ૯ મે સુધીમાં તમામ ટેકસની આવક રુપિયા ૩૯૩.૪૫ કરોડ થઈ હતી.જેની તુલનામાં આ વર્ષે રુપિયા ૩૯૦.૫૩ કરોડ આવક થઈ છે.


Google NewsGoogle News