જાસપુર સબસ્ટેશનનો પાવર સપ્લાય બંધ થવાથી નદીપારના વિસ્તારના લોકોને આજે સાંજે પાણીકાપ આવશે
રવિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થાના આધારે તમામ વિસ્તારને પાણી મળશે
અમદાવાદ,શુક્રવાર,15 ડીસેમ્બર,2023
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાવરસપ્લાય પુરો પાડતા ૬૬
કે.વી.સબસ્ટેશનનો પાવરસપ્લાય બંધ થવાથી જાસપુર ખાતેથી પાણી મેળવતા ઉત્તર-પશ્ચિમ,દક્ષિણ-પશ્ચિમ
ઝોન તથા પશ્ચિમઝોનના અમુક વિસ્તારમાં આજે સાંજે અને ૧૭ ડીસેમ્બરને રવિવારે સવારે
ઉપલબ્ધ જથ્થાના આધારે પાણી આપવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડકશન વિભાગમાંથી મળતી
વિગત મુજબ,જાસપુર
ખાતે યુ.જી.વી.સી.એલ,જેટકો
દ્વારા એચ.ટી.લાઈનની કામગીરી કરવામાં આવનાર છે.આ કામગીરીના કારણે જાસપુર વોટર
ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાવરસપ્લાય પુરો પાડતા ૬૬ કે.વી.સબ સ્ટેશનનો પાવરસપ્લાય બંધ
કરવામાં આવશે.આ કારણથી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પાણી મેળવતા
દક્ષિણ-પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ
ઝોન અને પશ્ચિમઝોનના અમુક વિસ્તારોમાં શનિવારે સાંજે અને રવિવારે સવારે ઉપલબ્ધ
જથ્થાના આધારે પાણી પુરવઠો અપાશે.