Get The App

રેલવે મુસાફરો યાદ રાખજો: અમદાવાદ સ્ટેશન પર વારાફરતી બંધ થશે પ્લેટફોર્મ, ડાયવર્ટ કરાશે ટ્રેનો

Updated: Sep 11th, 2024

GS TEAM


Google News
Google News
રેલવે મુસાફરો યાદ રાખજો: અમદાવાદ સ્ટેશન પર વારાફરતી બંધ થશે પ્લેટફોર્મ, ડાયવર્ટ કરાશે ટ્રેનો 1 - image
Image: Freepik

Train diverted from Kalupur railway station: રેલવેમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવતા પહેલાં થોભી જજો. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે 15 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 1 થી 9 ચાર તબક્કામાં બંધ રહેશે. 

ચાર તબક્કામાં બંધ થશે પ્લેટફોર્મ

અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહોી છે. જેના કારણે રેલવે વિભાગે પ્લેટફોર્મને ચાર તબક્કામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોને નજીકના અન્ય રેલવે સ્ટેશને ખસેડવામાં આવશે. હાલ, સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનો દોડી રહી છે, જેને સાબરમતી અસરવા અને વટવા સ્ટેશને ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ પાલનપુરમાં ગુજરાતનો પહેલો અને ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, આવતીકાલે ઉદ્ઘાટન

આ સાથે જ મુંબઈ સહિતની 28 ટ્રેનોને મણીનગર અને વટવા શિફ્ટ કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની ટ્રેનને ગાંધીનગર અને સાબરમતી રેલવે સ્ટેશને ખસેડવામાં આવી છે. આ સાથે અન્ય ટ્રેનો જેના સ્ટોપેજ કાલુપર રેલવે સ્ટેશન છે તેને પણ ઘટાડવામાં આવશે. કયાં પ્લેટફોર્મ ક્યારે બંધ રહેશે તેની જાણકારી નીચે મુજબ આપેલી છે.

પ્લેટફોર્મ નંબર
ક્યારે બંધ રહેશે?
1 અને 2
15 મેથી 12 ઓગસ્ટ 2025 સુધી
3  અને 4
12 ઓગસ્ટથી 10 નવેમ્બર 2025 સુધી
5 અને 6
15 ફેબ્રુઆરીથી 15મી મે સુધી બંધ
7, 8 અને 9
15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી
Tags :