Get The App

પ્રદૂષિત પાણીના કારણે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં કોલેરાના ૧૩ કેસ નોંધાયા

વટવામાં ૭, લાંભામાં ૨, બહેરામપુરા, અમરાઈવાડી,વસ્ત્રાલ,ગોમતીપુરમાં એક કેસ

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News

     પ્રદૂષિત પાણીના કારણે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં કોલેરાના ૧૩ કેસ નોંધાયા 1 - image

  અમદાવાદ,મંગળવાર,2 જાન્યુ,2023

પ્રદૂષિત પાણીના કારણે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં એક મહિનામાં કોલેરાના કુલ ૧૩ કેસ નોંધાયા હતા.વટવા વોર્ડમાં ૭ અને લાંભા વોર્ડમાં કોલેરાના ૨ કેસ ઉપરાંત બહેરામપુરા,અમરાઈવાડી, વસ્ત્રાલ તથા ગોમતીપુર વોર્ડમાં એક-એક કેસ કોલેરાનો નોંધાયો હતો.છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં વર્ષ-૨૦૨૩ના વર્ષમાં શહેરમાં કોલેરાના સૌથી વધુ ૯૫ કેસ નોંધાયા હતા.

સ્માર્ટસીટીમાં કહેવાતા વિકાસ છતાં અમદાવાદ પૂર્વના કેટલાક વોર્ડમાં હાલમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર પીવાનુ શુધ્ધ પાણી લોકો સુધી પહોંચાડી શકતુ નથી.બીજી તરફ અનેક એવા વોર્ડ છે કે જયાં ડ્રેનેજ કે પાણીની લાઈન લીકેજ હોવાની કે બંને લાઈન મીક્ષ થવાથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની જે તે વોર્ડ વિસ્તારના રહીશો દ્વારા મ્યુનિસિપલ તંત્ર સમક્ષ સી.સી.આર.એસ.સિસ્ટમથી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે.આ ફરિયાદોનુ સમયસર નિરાકરણ લાવવામાં આવતુ નહીં હોવાથી પૂર્વ અમદાવાદના કેટલાક વોર્ડમાં કોલેરાના કેસ વીતેલા વર્ષમાં નોંધાયા હતા.આમ છતાં મ્યુનિ.તંત્ર તરફથી એવો દાવો કરવામાં આવી રહયો છે કે,અમદાવાદમાં ચોકકસ કોઈ એક વોર્ડને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડે એવી હાલમાં કોઈ સ્થિતિ નથી.

પાણીના ૨૫૦ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી ડિસેમ્બર-૨૦૨૩માં ૨૫૦ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.ઉપરાંત જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર-૨૩ સુધીમાં તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૨૯ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.

ડેન્ગ્યૂ સંક્રમિત થવાથી એક વર્ષમાં ત્રણ દર્દીના મોત

        અમદાવાદમાં વર્ષ-૨૦૨૩ના આરંભે જાન્યુઆરી મહિનામાં ડેન્ગ્યૂ થવાથી એક દર્દીનું મોત થયુ હતુ.આ ઉપરાંત જુલાઈ મહિનામાં એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ દાણીલીમડા,મિલ્લતનગરની ૧૧ વર્ષની કિશોરી તથા ઓકટોબર-૨૩માં કોઝી હોટલ,શાહવાડી,લાંભા ખાતેના ૨૬ વર્ષના પુરુષનુ એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થતા વર્ષ દરમિયાન કુલ ત્રણ દર્દીના મોત થયા હતા.


Google NewsGoogle News