કોતરપુર વોટર વર્કસમાં લીકેજ રીપેરીંગના કારણે અમદાવાદના પશ્ચિમ,મધ્ય ઝોનમાં આજે સાંજે પાણી સપ્લાય નહીં મળે
સરદારનગર વોર્ડમાંઆવેલા વિસ્તારમાં પણ સાંજનો પાણી પુરવઠા નહીં અપાય
અમદાવાદ,સોમવાર,3 ફેબ્રુ,2025
કોતરપુર વોટર વર્કસની પ્રિમાઈસીસમાં આવેલા ૬૫૦
એમ.એલ.ડી.ક્ષમતાના પમ્પ હાઉસના આગળના ભાગમાં થયેલા લીકેજ રીપેરીંગની કામગીરીના
કારણે આજે સાંજે શહેરના પશ્ચિમ ઉપરાંત મધ્યઝોનના વિસ્તારમાં પાણી આપી શકાશે નહીં.
આ ઉપરાંત સરદારનગર વોર્ડમાં આવેલા વિસ્તારોમાં પણ સાંજનો પાણી પુરવઠો નહીં
અપાય.પાંચ ફેબુ્આરીને બુધવારે સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.
વોટર પ્રોજેકટ અંતર્ગત પશ્ચિમ તથા મધ્યઝોનના વિવિધ વોટર
ડિસ્ટ્રીબ્યુશન તથા દુધેશ્વર વોટર વર્કસ,ઉત્તરઝોનમાં
આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં કોતરપુર વોટર વર્કસની ૧૬૦૦ મી.મી.વ્યાસની
વેસ્ટર્ન મેઈન ટ્રન્ક મેઈન મારફતે પાણી સપ્લાય આપવામાં આવે છે.૬૫૦
એમ.એલ.ડી.ક્ષમતાના પમ્પહાઉસના આગળના ભાગમાં લીકેજ રીપેરીંગની કામગીરી કરવા મંગળવારે વેસ્ટર્ન મેઈન ટ્રન્કમાં શટડાઉન
કરવામા આવશે.આ કારણથી પશ્ચિમ ઝોનમાં આવેલા
મોટેરા,ચાંદખેડા
અને રાણીપ સિવાયના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન,મધ્યઝોનના સેન્ટ્રલ મેઈન ટ્રન્ક આધારીત તથા ઉત્તરઝોનમાં
આવેલા સરદારનગર વોર્ડના હાંસોલ,ભીલવાસ, ઈસ્કોનવિલા વોટર
ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપરથી મંગળવારે સાંજે પાણી સપ્લાય મળશે નહીં.