Get The App

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી

Updated: Apr 2nd, 2025


Google News
Google News
accident by driving school bus in Ahmedabad


Accident Incident In Ahmedabad : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક વિસ્તારોમાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવતું હોય છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં અકસ્માતની ઘટના સર્જાઈ રહી છે, ત્યારે આજે બુધવારે (2 એપ્રિલ, 2025) શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સ્કૂલ બસના દારૂડિયા ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. ઘાટલોડિયાની સોસાયટીમાં દીવાલ-થાંભલા તોડી સ્કૂલ બસ ડ્રાઈવરે કારને ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને નશેડી ડ્રાઈવરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નશેડી સ્કૂલ બસ ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત

અમદાવાદની આનંદ નિકેત સ્કૂલનો બસનો ડ્રાઈવર નશાની હાલતમાં સ્કૂલ બસને લઈને ઘાટલોડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં બસ રિવર્સ લેતી વખતે શ્રીનાથ સોસાયટીની કૉમન પ્લોટની દિવાલ તોડીને રહેણાંક સોસાયટીમાં બસ ઘૂસાડી દઈને અકસ્માત સર્જ્યો હતો. ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને 35 જેટલાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉતારીને પરત ફરી રહ્યો હતો આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર ઘટનાને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા. નશેડી બસ ડ્રાઈવરે અકસ્માતને અંજામ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે બસ ડ્રાઈવરને દારૂ પીધો હોવાનું કબુલ્યું હતું. 

આ પણ વાંચો: VIDEO: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા

અકસ્માતની ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 'બસ ડ્રાઈવરે નશાની હાલતમાં બે જગ્યાએ ગાડી ઠોકી હતી.' પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને 20 કિલોમીટર સુધી ફેરવનાર ડ્રાઈવરની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :