Get The App

અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે BRTS રેલિંગ સાથે અથડાવી BMW, પોલીસે નોંધી ફરિયાદ

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે BRTS રેલિંગ સાથે અથડાવી BMW, પોલીસે નોંધી ફરિયાદ 1 - image


Ahmedabad News : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રવિવારે (2 ફેબ્રુઆરી) રાત્રે જોધપુર રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં  એક BMW કારચાલકે કથિત રીતે દારૂ પીધેલી હાલતમાં વાહન પરનો કાબુ ગુમાવતા કાર BRTS કોરિડોર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ ઘટનાને કારણે 20 મિનિટ સુધી ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જે પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં અકસ્માતોના વધતા જતા બનાવો હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. સેટેલાઈટ વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યા આસપાસ આ અકસ્માતનો બનાવ બન્યો છે. જ્યાં કાર ચાલકે દારૂ પીને BRTSની રેલિંગમાં કારને અથડાવી દીધી હતી. કાર ચાલકનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં કાર ચાલક નશાની હાલતમાં મળી આવ્યો હતો, જે પછી તેના પર BNSની કલમ 281, મોટર વ્હિકલ એક્ટ કલમ 185 અને દારૂબંધી એક્ટની કલમ 66(1)(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. CCTVમાં કેદ થયેલી આ ટક્કરે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા પૂરા પાડ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી, પરંતુ આ ઘટના શહેરમાં દારૂ પીને વાહન ચલાવવાની સતત સમસ્યાને રેખાંકિત કરે છે. અધિકારીઓએ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આવા અકસ્માતોને રોકવા માટે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ટાળવા વિનંતી કરી છે.


Google NewsGoogle News