Get The App

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી 1 - image


Drugs Found in Gujarat: ગુજરાત પણ ડ્રગ્સની હેરફેર માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. હવે દરિયાકાંઠેથી આશરે 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી એક બોટ પકડી પાડવામાં આવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું છે. માહિતી મુજબ લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સ બોટમાંથી મળી આવ્યો હતો.



અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી 2 - image

આ પણ વાંચો: ટ્રમ્પના ફતવાઓથી 54 લાખ ભારતીય ચિંતિત, વિદેશીઓ નથી ગમતા! અમેરિકન પ્રમુખને ફક્ત આ વાતમાં રસ

કોસ્ટગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી અને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13મી એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. 

ગુજરાત ATSના DIGનું મોટું નિવેદન 

આટલો મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવા મામલે માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ કહ્યું કે અમને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી એક ફિદા નામની વ્યક્તિ પોરબંદર 400 કિલો ડ્રગ્સ મોકલવાની છે. આ ડ્રગ્સને શ્રીલંકન બોટ રિસીવ કરવાની હતી. જોકે બાતમી અનુસાર એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહીથી સચેત થઇ જઈ પાકિસ્તાની બોટ દરિયામાં જ ડ્રગ્સના પાર્સલ ફેંકી ભાગી ગઇ હતી. કોસ્ટગાર્ડ દ્વારા તેનો પીછો પણ કરાયો હતો પણ ત્યાં સુધીમાં તે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ગઈ હતી. 


ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી 3 - image



Tags :